કનિકા કપૂરને હોસ્પિટલમાંથી મળી રજા, છઠ્ઠો કોરોના ટેસ્ટ પણ આવ્યો નેગેટિવ
બોલીવુડ સિંગર કનિકા કપૂર અને તેના પરિવાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને લખનઉની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેથી કનિકાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ તેણે હજુ 14 દિવસ ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. મહત્વનું છે કે લંડનથી ભારત પરત ફર્યા બાદ તે કોવિડ 19થી સંક્રમિત થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કનિકાનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, સિંગર કનિકા કપૂરનો છઠ્ઠો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGIMS), લખનઉથી રજા આપી દેવામાં આવી છે. ખરેખર આ તેના ફેન્સ અને પરિવાર માટે મોટા સમાચાર છે અને હવે જલદી કનિકા તેના પરિવારની સાથે હશે.
કનિકા કપૂરમાં કોરોનાના લક્ષણ નહીં
પાંચમો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડોક્ટર આરકે ધીમાને પાછલા દિવસોમાં કહ્યું હતું કે, કનિકા કપૂરમાં હવે કોઈ લક્ષણ દેખાતા નથી. તેની તબીયત પહેલાથી સ્થિર અને સારી છે. તે સામાન્ય રૂપથી ભોજન લઈ રહી છે.
Corona : રોજેરોજનું કમાનારા મજૂરોને મળ્યો અમિતાભનો મોટો ટેકો, જાહેરાત કરી કે...
હજુ કનિકાની મુશ્કેલી વધવાની સંભાવના
પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કનિકાની મુશ્કેલી વધવાની સંભાવના છે. કોરોના વાયરસથી સંક્રમિત હોવા અને શહેરમાં ખુદને આઇસોલેટ કરવાના અધિકારીઓએ આપેલા નિર્દેશો છતાં શહેરના વિભિન્ન સામાજીક કાર્યક્રમોમાં ભાગ લેવાને લઈને અને બેદરકારીના આરોપમાં કનિકા પર ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની વિરુદ્ધ શહેરના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા (આઈપીસી)ની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર