નવી દિલ્હીઃ લંડનથી ભારત પરત ફર્યા બાદ કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થયેલી બોલીવુડની ગાયિકા કનિકા કપૂર (Kanika Kapoor)નો આખરે છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લખનઉ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર આર.કે. ધીમાને કહ્યું, તેનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને ઘરે જવાની મંજૂરી આપતા પહેલા અમે વધુ એક ટેસ્ટ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તેનો બીજો ટેસ્ટ પણ નેગેટિવ આવે છે તો કનિકાને આ સપ્તાહે ઘરે જવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કનિકાની મુશ્કેલી વધવાની સંભાવના છે. 


કોરોના વાયરસથી સંક્રમિત હોવા અને શહેરમાં ખુદને આઇસોલેટ કરવાના અધિકારીઓએ આપેલા નિર્દેશો છતાં શહેરના વિભિન્ન સામાજીક કાર્યક્રમોમાં ભાગ લેવાને લઈને અને બેદરકારીના આરોપમાં કનિકા પર ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. 


પરેશ રાવલના પુત્રના પર્દાપણ માટે અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા


તેની વિરુદ્ધ શહેરના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા (આઈપીસી)ની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધાયો છે. 


આ એફઆઈઆર લખનઉના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે. તે દેશની પ્રથમ સેલિબ્રિટી છે, જે આ ઘાતક સંક્રમણનો ભોગ બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર