નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મહાન કેપ્ટન અને તેજસ્વી ઓલરાઉન્ડર કપિલ દેવ (Kapil Dev) એ તેમના જીવનમાં ઘણી સફળતા મેળવી છે, પરંતુ 2021 નું વર્ષ તેમના માટે ખૂબ જ ખાસ રહ્યું છે. કપિલ પાજીના ચાહકો જલ્દીથી તેમના અચિવમેન્ટને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનમાં રિલીઝ થશે ફિલ્મ '83'
કપિલ દેવના (Kapil Dev) જીવન પર આધારિત '83' ની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. અભિનેતા રણવીર સિંહે (Ranveer Singh) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું છે કે આ મૂવી 4 જૂન, 2021 ના ​​રોજ રીલિઝ થશે. આ પોસ્ટ પરથી એવી માહિતી પણ મળી રહી છે કે ફિલ્મ થિયેટરોમાં જોઇ શકાશે.


Shahrukh Khan ના પુત્ર Aryan નો સામે આવ્યો શર્ટલેસ Photo, ફિટનેસ જોઈ થઈ જશો ઘાયલ


ફિલ્મ '83' ની સ્ટોરી
તેના નામથી, અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મની સ્ટોરી 1983 ના વર્લ્ડ કપની (World Cup 1983) આસપાસ ફરે છે. કપિલ દેવે (Kapil Dev) તેમની કપ્તાની હેઠળ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને (Team India) વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. આ ટાઇટલ જીત પછી ભારતીય ક્રિકેટનો ઇતિહાસ કાયમ બદલાયો.


ખુશખબર! Aamir Khan ફરી બનશે 'PK', Ranbir Kapoor સાથે જોવા મળશે


રણવીર બનશે 'કપિલ'
આ ફિલ્મમાં લીડ રોલ જાણીતા સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) કરી રહ્યો છે. આ ઉપરાંત આ મૂવીમાં દીપિકા પાદુકોણનો (Deepika Padukone) નાનો રોલ છે. તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયા બની છે. ત્યારે પંકજ ત્રિપાઠી, આર બદ્રી, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, નિશાંત દહિયા, દિનકર શર્મા, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન જેવા એક્ટર પણ મહત્વની ભૂમિકાઓમાં હશે. ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube