કપિલ શર્માએ પત્રકારને મોકલી નોટિસ, 7 દિવસમાં માફી માંગવા અથવા 100 કરોડ ચુકવવા કહ્યું
કપિલે વિકીના પબ્લિકેશનને આગ્રહ કર્યો છે કે તેની વિરુદ્ધ લખેલા નિવેદન, સમાચારો અને ઈન્ટરવ્યૂને રોકવામાં આવે અને જેટલા પણ આર્ટિકલ લખવામાં આવ્યા છે તેને પરત ખેંચવામાં આવે.
મુંબઈઃ એક્ટર અને કોમેડિયન કપિલ શર્માએ અપમાનજનક લેખવા અને ચરિત્ર હનન કરવા માટે બુધવારે પત્રકાર વિકી લાલવાની વિરુદ્ધ લિગલ નોટિસ મોકલી છે. કપિલે નોટિસ મળ્યાના સાત દિવસની અંદર કોઇપણ શર્ત વગર જાહેરમાં માફી માંગવા કે પછી 100 કરોડ ચૂકવવાની માંગ કરી છે.
કપિલે વિકીના પબ્લિકેશનને આગ્રહ કર્યો છે કે તેની વિરુદ્ધ લખેલા નિવેદન, સમાચારો અને ઈન્ટરવ્યૂને રોકવામાં આવે અને જેટલા પણ આર્ટિકલ લખવામાં આવ્યા છે તેને પરત ખેંચવામાં આવે.
કપિલના વકીલ તનવીર નિજામે લીગલ નોટિસ મોકલવાની વાતને સ્વીકારી છે. તેમણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મારા ગ્રાહકને બદનામ કરવા માટે તેની વિરુદ્ધ લાલવાનીએ જાણી જોઈને લખેલા આર્ટિકલને જોતા તેને નોટિસ ફટકારી છે. આ સાથે સાત દિવસની અંદર જાહેરમાં માફી માંગવાની વાત કરી છે. આમ નહીં થાય તો અમે તેની વિરુદ્ધ કાયદેસરની વાર્યવાહી કરશું.
મહત્વનું છે કે, આ વિવાદ ગત મહિને તે સમયે થયો જ્યારે એક એવી ઓડિયો કોલ જાહેર થયો જેમાં કપિલ શર્મા આપત્તિજનક ભાષાનો પ્રયોગ કરતો સંભળાય છે.