Kapil Sharma New Movie: કોમેડી કિંગ કપિલ શર્માના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. થોડા સમય પહેલા જ કપિલ શર્માની ફિલ્મ  Zwigato રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર જાદુ ચલાવી ન શકી પરંતુ ત્યાર પછી કપિલ શર્માને મોટી સફળતા મળી છે. કપિલ શર્માને નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મનું નામ ધ ક્રુ છે જેને એકતા કપૂર અને રિયા કપૂર પ્રોડ્યુસ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં કપિલ શર્મા કરીના કપૂર ખાન, તબુ, ક્રીતિ સેનન જેવી મોટી અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં કપિલ શર્મા સાથે દિલજીત દોસાંજ પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ સીધી-સાદી અભિનેત્રીઓ પણ સમય જતાં થઈ બોલ્ડ, કરિયર બચાવવા ઈન્ટિમેટ સીન્સ પણ આપ્યા


NMACC લોન્ચ ઈવેન્ટમાં Shloka Mehta એ પહેરી હતી 100 વર્ષ જુની સોનાની સાડી


ઉર્ફી બેભાન ન થઈ જાય ત્યાં સુધી મારતા તેના પિતા, 17 વર્ષની ઉંમરે છોડ્યું ઘર..


ફિલ્મ સંબંધિત એક સૂત્રનું જણાવવું છે કે ફિલ્મ ધ ક્રુમાં કપિલ શર્મા એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. કપિલ શર્મા આ ફિલ્મમાં કામને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે. ટૂંક સમયમાં જ કપિલ શર્મા આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મ સાથે કરીના કપૂર ખાનનું નામ પહેલાથી જ જોડાઈ ચૂક્યું છે આ સિવાય ફિલ્મમાં ક્રિતી સેનન અને તબુ પણ જોવા મળશે. 


એકતા કપૂર અને રિયા કપૂર ધ ક્રુ નામની ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણા કરશે. કપિલ શર્મા ના વર્ગ ફ્રન્ટ ની વાત કરીએ તો તેની સૌથી પહેલી ફિલ્મ વર્ષ 2015માં આવી હતી જેનું નામ કિસ કિસકો પ્યાર કરું હતું. ત્યાર પછી તેણે ફિરંગી ફિલ્મમાં કામ કર્યું જે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. તાજેતરમાં જ તેની ફિલ્મ  Zwigato રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નહીં પરંતુ ક્રિટિક્સએ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા.