નવી દિલ્હીઃ કન્હૈયાલાલની હત્યા ફિલ્મમાં સીમા હૈદરને રોલ ઓફર કરનાર પ્રોડ્યુસર અમિત જાની બે અન્ય ફિલ્મો બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. તે પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર અને નસરૂલ્લાહ સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન ગયેલી અંજૂ પર ફિલ્મ બનાવી રહ્યાં છે. તે માટે બંને ફિલ્મોના ટાઈટલ પણ બુક કરાવી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૂપુર શર્માના સમર્થનને કારણે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કરવા પર જાની ફાયરફોક્સના બેનર હેઠળ 'A Tailor Murder Story' ફિલ્મ બની રહી છે. પ્રોડ્યુસર અમિત જાનીએ આ ફિલ્મમાં સીમા હૈદરને રો એજન્ટની ભૂમિકા ઓફર કરી છે. આ સિવાય તે સીમા અને સચિન મીણાની પ્રેમ કહાની પર પણ ફિલ્મ બનાવવાનો પ્લાન બનાવી ચુક્યા છે. તેનું નામ 'કરાચી ટૂ નોઇડા' હશે. પ્રોડક્શન હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે સીમા સિવાય અંજૂ અને નસરૂલ્લાની કહાની પર પણ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. 


આ પણ વાંચોઃ OMG! શાહરૂખ ખાન 35 હજારના મગમાં પીવે છે કોફી, ફીચર્સ જાણીને દંગ રહી જશો


પતિ અને બાળકોને છોડી પાકિસ્તાનથી ચાલી ગયેલી અંજૂ અને નસરૂલ્લાહની કહાની પર જે પણ ફિલ્મ બનશે તેનું ટાઈટ મેરા અબ્દુલ એસા નહીં હૈ બુક કરવામાં આવ્યું છે. આ સિવાય પાલઘરમાં સંતોની હત્યા પર પણ મોબ્લિચિંગ નામથી વેબસિરીઝનું ટાઈટલ બુક કરવામાં આવ્યું છે. 


અમિત જાનીએ જણાવ્યું કે એ ટેલર મર્ડર સ્ટોરીનું શૂટ ખતમ થયા બાદ આ ત્રણેય ફિલ્મોની સ્ટોરી અને  સ્ક્રિપ્ટ લખવામાં આવશે. તેમણે જણાવ્યું કે કરાચી ટૂ નોઇડા ફિલ્મમાં સીમા હૈદરને કાસ્ટ કરવામાં આવશે. આગામી સપ્તાહે આ ફિલ્મનું થીમ સોન્ગ પણ લોન્ચ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube