નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા આમિર ખાન, રાની મુખર્જી અને કરણ જોહરની ટ્વીટર પર ભારે ટીકા કરવામાં આવી રહી છે. તેઓ રાજ કપૂરનાં પત્ની કૃષ્ણાની અંતિમક્રિયામાં હસતા હોય એવો એક વીડિયો સોશિયાલ મીડિયા પર ટ્રોલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુર ભંડારકરની 2005માં આવેલી ફિલ્મ 'પેજ-3'ના ઉલ્લેખ સાથે એક ટ્વીટર યુઝરે આ વીડિયો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, "જૂઓ, કૃષ્ણા રાજ કપૂરની અંતિમક્રિયામાં સીધી જ ફિલ્મ પેજ-3.... જૂઓ કરણ જોહર, રાની મુખર્જી, આલિયા ભટ્ટ અને આમીર ખાન હસી રહ્યા છે.. શરમ આવવી જોઈએ... જોકે, તેમની આ ક્રિયાને કોઈ વખોડશે નહીં તેની મને ખાતરી છે."  



એક અન્ય ટ્વીટર યુઝરે વધુ પડતો ગુસ્સો ઠાલવતા લખ્યું કે, "આ ફિલ્મી ઈડિયટ્સ છે અને તેઓ અતિ ઉચ્ચ કક્ષાના દંભી લોકો છે. તેમની પાસે તમે ક્યારેય ઉમદા ગુણોની અપેક્ષા રાખી શકો નહીં."



જોકે, આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે સેલિબ્રિટીઝ અંતિમક્રિયાઓમાં ગંભીર ન રહેવા અંગે ટ્રોલ ન થયા હોય. અગાઉ પણ જેક્વેલિન ફર્નાન્ડીસ શ્રીદેવીની અંતિમક્રિયા દરમિયાન ટ્રોલ થઈ હતી. પીઢ અભિનેતા શશી કપૂરની અંતિમક્રિયા દરમિયાન સૈફ અલી ખાન અને રણબીર કપૂર ગંભીર ન રહેવા બાબતે સોશિયલ મીડિયા પર ભરપૂર ટ્રોલ થયા હતા. 


સૌથી તાજેતરની ઘટના અભિષેક બચ્ચનની છે. જે રાજન નંદાની અંતિમક્રિયામાં કેમેરાની સામે જરા પણ ગંભીર ન દેખાવા બાબતે સોશિયલ મીડિયામાં ભારે ટીકાનો ભોગ બન્યો હતો. 



ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા રાજ કપૂરનું સોમવારે તેમનાં ઘરે જ હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા. તેમની અંતિમ ક્રિયા પણ એ જ દિવસે કરવામાં આવી હતી. તેમના મોટા પુત્ર રણધૂર કપુર અને સૌથી નાના પુત્ર રાજીવ કપૂરે તેમને મુખાગ્ની આપી હતી. આખો કપૂર પરિવાર અંતિમક્રિયામાં હાજર રહ્યો હતો. 


જોકે, વચેટિયા પુત્ર ઋષિ કપૂર, તેની પત્ની નીતુ કપૂર અને પુત્ર રણબીર માતાની અંતિમક્રિયામાં સામેલ થઈ શક્યા ન હતા, કેમ કે તેઓ ઋષી કપૂરના તબીબી ઈલાજ માટે અમેરિકા ગયા છે.