નવી દિલ્હી: કરણ જોહર (Karav Johar)ની ગણતરી બોલીવુડના મોટા નિર્માતા-નિર્દેશકોમાં થયા છે. કરણે ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું છે. માનવામાં આવે કે કરણ જોહરને ફિલ્મોને સફળ બનાવવાનો ફોર્મૂલા આવડે છે. પણ શરૂઆતના દિવસોમાં પણ કરણ તેની એક ફિલ્મને લઇને ખુબજ ડરી ગયો હતો. તેને ડર હતો કે જો ફિલ્મ ફ્લોપ થશે તો શું થશે. કરણને ભય હતો કે, આ ફિલ્મનું ખરાબ પ્રદર્શન તેના કરિયરમાં એક મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ એવું કંઈ થયું નહીં. આ ફિલ્મ સફળ થતા જ લોકો હક્કા-બક્કા થઇ ગયા હતા. આ વાતનો ખુલાસો કરણે તેની બુક 'An Unsuitable Boy'માં કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણ જોહરે દિલવાલે દુલહનિયા લે જાએંગેથી પોતાના કરિયરની શરૂઆથ કરી હતી, પરંતુ કુછ કુછ હોતા હેએ તેના જીવને હમેશા માટે બદલી નાખ્યું હતું. આ ફિલ્મને લઇને કરણ જોહર ખુબજ ડરેલો હતો. તેણે લખ્યું છે કે, આ ફિલ્મમાં ખુબજ પૈસા લગાવ્યાહતા. તેના પહેલા ઘણી ફિલ્મોમાં નુકસાન થઈ ચુક્યું હતું. અમારા માટે આ છેલ્લો પ્રયાર જેવું હતું. જો આ ફિલ્મ નિષ્ફળ જતી તો અમે આગળ ક્યારે કોઈ ફિલ્મ બનાવી શકતા નહીં.


આ ફિલ્મ માટે, મોટા પ્રમાણમાં દેવું લેવા સિવાય, મારા પિતાએ તેની બધી મૂડી મૂકી હતી. તેને બનાવવા માટે 14 કરોડ રૂપિયા લાગ્યાં. આ એક મોટી રકમ હતી. ખાસ કરીને નવા ડિરેક્ટર માટે. કરણના પિતા યશ જોહરે તેમને કહ્યું હતું કે મને તારા પર ગર્વ છે. છેવટે, કરણનો આ ડર ત્યારે સમાપ્ત થયો જ્યારે ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહિટની સાથે-સાથે અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube