નવી દિલ્હી: બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે (Karan Johar) 2018 માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. આ ફિલ્મનું નામ છે 'તખ્ત' (Takht). આ પ્રોજેક્ટમાં રણવીર સિંહ (Ranveer Singh), અનિલ કપૂર (Anil Kapoor), વિકી કૌશલ (Vicky Kaushal), આલિયા ભટ્ટ (Alia Bhatt), જાહ્નવી કપૂર (Janvi Kapoor), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) જેવા બોલીવૂડ સ્ટાર જોવા મળશે. હવે જે રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે તેના અનુસાર, આ ફિલ્મ લાંબા સમયથી શાંત પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે કારણથી લેવાયો ફિલ્મ નહીં બનાવવાનો નિર્ણય
બોલીવૂડ હંગામામાં છપાયેલા એક અહેવાલ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ જોહર (Karan Johar) આ સમયે 'તખ્ત' (Takht) શરૂ કરવા જઈ રહ્યો નથી. આ બનવા પાછળ બે મહત્વના કારણો જણાવાયા છે. પ્રથમ કારણ ફિલ્મનું મોટું બજેટ છે, બીજુ કારણ રાજકીય સંજોગો છે. ફિલ્મનું બજેટ 250-300 કરોડ કહેવામાં આવી રહ્યું છે. આ બધા સંજોગો જોતાં, હજી સુધી ફિલ્મ નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- Drug Case: Sushant Singh Rajput ના ખાસ મિત્રની NCB એ કરી ધરપકડ


અન્ય એક ફિલ્મ પણ છે એક મોટું કારણ
અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના અને લોકડાઉનને કારણે કરણ જોહરને મોટું નુકસાન થયું છે. કરણ જોહરના બેનર હેઠળ Brahmastra અને Liger જેવી મોંઘી ફિલ્મોમાં બની રહી છે. આ બધી તેમના પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે. આ બંને ફિલ્મો ઉપરાંત શેર શાહ (Shershaah), દોસ્તાના 2 (Dostana 2), જુગ જગ જિયો (Jug Jugg Jeeyo) અને શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મો પણ કરણના પ્રોડક્શન હાઉસ હેઠળ નિર્માણ પામી રહી છે. આવી સ્થિતિમાં કરણ જોહર 'તખ્ત' પર કામ કરવાનું વિચારતા પણ નથી.


આ પણ વાંચો:- Kangana ranaut ને કોર્ટે મોકલ્યું સમન્સ, જાવેદ અખ્તરે કરી છે માનહાનિની ફરિયાદ


રાજકીય પરિસ્થિતિઓ પણ યોગ્ય નથી
રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરતા એક સૂત્રએ કહ્યું કે તખ્ત મુગલ ઇતિહાસ પર આધારિત છે. વર્તમાન રાજકીય વાતાવરણ ફિલ્મની વિરુદ્ધ છે. આવા સંજોગોમાં આ ફિલ્મ બની શકે નહીં અને આ જ કારણ છે કે કરણ અત્યારે કોઈ જોખમ લેવાના મૂડમાં નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube