Kangana ranaut ને કોર્ટે મોકલ્યું સમન્સ, જાવેદ અખ્તરે કરી છે માનહાનિની ફરિયાદ

Kangana ranaut summoned by court in javed akhtar defamation case: જાવેદ અખ્તરે નવેમ્બર 2020માં કંગના રનૌત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ કરી હતી. પોલીસે પોતાના રિપોર્ટ કોર્ટમાં જમા કરાવતા કહ્યુ કે, આ મામલામાં આગળ વધુ તપાસની જરૂર છે. ત્યારબાદ મેજિસ્ટ્રેટે કંગના રનૌત માટે સમન્સ જારી કર્યું છે. 
 

Kangana ranaut ને કોર્ટે મોકલ્યું સમન્સ, જાવેદ અખ્તરે કરી છે માનહાનિની ફરિયાદ

મુંબઈઃ મુંબઈની એક કોર્ટે જાવેદ અખ્તર (Javed Akhtar) ના માનહાનિ કેસની સુનાવણી કરતા બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) ને સમન્સ મોકલ્યું છે. મુંબઈ પોલીસે કોર્ટને પોતાની તપાસમાં કહ્યું કે, આ માનહાનિનો મામલો છે અને તેમાં આગળ તપાસ કરવાની જપૂપ છે. અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ડિસેમ્બર 2020માં જુહૂ પોલીસને જાવેદ અખ્તરની માનહાનિની ફરિયાદ પર તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 

જાવેદ અખ્તર  (Javed Akhtar) એ નવેમ્બર 2020માં કંગના રનૌત વિરુદ્ધ માનહાનીની ફરિયાદ કરી હતી. પોલીસે સોમવારે 1 ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં જમા કરતા કહ્યુ કે, આ મામલામાં આગળ વધુ તપાસની જરૂર છે. ત્યારબાદ મેજિસ્ટ્રેટે કંગના રનૌત  (Kangna Ranaut) ને સમન્સ મોકલ્યું છે. જાવેદ અખ્તરના વકીલ જય કુમાર ભારદ્વાજે કોર્ટને જણાવ્યુ કે, પોલીસે પાછલા મહિને રનૌતની પૂછપરછ કરવા અને નિવેદન નોંધાવવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ હજુ સુધી કંગનાએ તેનો જવાબ આપ્યો નથી. મામલાની આગામી સુનાવણી 1 માર્ચ 2021ના થશે. 

Anushka Sharma અને Virat Kohli ની પુત્રીનું નામ છે ખાસ, જાણો શું થાય છે 'વામિકા'નો અર્થ

મહત્વનું છે કે જાવેદ અખ્તરે (Javed Akhtar) પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન તેના વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કંગના રનૌતે પાછલા વર્ષે જૂનમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત બાદ ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર પર બોલીવુડમાં જૂથબંધી કરવાનો આરોપ લગાવ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news