પોતાના દીકરી રૂહી અને કરીનાના દીકરા તૈમૂર માટે કરણે આપ્યો અનોખો આદેશ
બોલિવૂડ સેલિબ્રિટી કરણ જોહર એકસાથે અનેક વસ્તુઓ કરવામાં માહેર છે
મુંબઈ : બોલિવૂડ સેલિબ્રિટી કરણ જોહર એકસાથે અનેક વસ્તુઓ કરવામાં માહેર છે. તેઓ પ્રોડ્યુસર, ડિરેક્ટર, રિયલિટી શોના જજ તેમજ હોસ્ટ છે. હાલમાં કરણે રેડિયો જોકી બનવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો શો કોલિંગ કરણ 104.8 ઇશ્ક એફ.એમ. પર પ્રસારિત થાય છે. આ શોની પહેલી સિઝન બહુ હિટ રહી હતી. હવે કોલિંગ કરણની બીજી સિઝિન શરૂ થઈ છે.
આ શોમાં કરણ જોહર લોકોના ઇશ્ક વિશે ચર્ચા કરે છે. હાલમાં આ શોમાં જ્યારે કરણને એક કોલરે કહ્યું કે તે પોતાના રાખી ભાઈને પ્રેમ કરવા લાગી છે અને તેને ખબર નથી પડતી કે તે આ વાતને કઈ રીતે તેના માતા-પિતાને કહે. આ સમસ્યાના જવાબમાં કરણે જે વાત કરી એ આંખ ખોલી નાખવા માટે પુરતી છે. કરણે કોલરને કહ્યું કે ,જ્યારે કોઈ છોકરો અને છોકરી સાથે હોય છે ત્યારે તેમને એકબીજાને ભાઈ-બહેન કહેવાની સૂચના આપવામાં આવે છે. આવું બિલકુલ ન હોવું જોઈએ.
પોતાના અનુભવ વિશે વાત કરતા કરણે જણાવ્યું છે કે મારા ઘરમાં બે નાના બાળકો છે અને જ્યારે ઘરે કોઈ બાળક આવે તો રૂહીને સંભાળનારી આયા કહે છે કે એને ભૈયા કહો। જેમકે તૈમૂર ઘરે આવે તો રૂહીને કહેવામાં આવે છે કે એને તૈમૂર ભૈયા કહો. હું આ વાત સામે વિરોધ વ્યક્ત કરતા કહું છું કે 20 વર્ષ પછી જો રૂહી અને તૈમૂર સાથે રહેવા માગતા હશે તો? આવા ખોટા સંબંધ ઉભા કરવાની કોઈ જરૂર નથી.