મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર (kareena kapoor) અને સૈફ અલી ખાન (saif ali khan) અત્યારે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. બીજા પુત્રના જન્મ આપ્યા બાદ કરીના તેનું ધ્યાન રાખી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાન પણ આ કામમાં પોતાની બેગમનો સાથ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે કરીના અને સૈફ (saif ali khan) એ હજુ સુધી પોતાના બીજા પુત્ર (kareena kapoor second child) ના ચહેરાથી ફેન્સને રૂબરૂ કરાવ્યા નથી. ફેન્સ તેમનો ફોટો જોવા માટે બેચેન છે. આ દરમિયાન કરીનાએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તૈમૂર અને સૈફ અલી ખાન જોવા મળી રહ્યા છે. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા (Sociam Media) પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, સરળ ભાષામાં સમજો તફાવત


કરીના કપૂર ખાન (kareena kapoor Khan) એ સોશિયલ મીડિયા (Sociam Media) ફેન્સને સરપ્રાઇઝ આપી છે. તેમણે પોતાના બીજા પુત્રનો ફોટો શેર કરી યૂઝર્સની ઉત્સુકતા વધારી છે. જોકે આ તસવીરમાં તેમણે એકવાર ફરી પુત્રનો ચહેરો છુપાવ્યો છે. ફોટામાં તૈમૂર અને તેમનો નાનો ભાઇ રમવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ સૈફ (saif ali khan) પોતાના લાડલાને જોઇ રહ્યા છે. જોકે આ ફોટામાં કરીના દેખાઇ રહી નથી.


Overloading: કારમાં જરૂર કરતાં વધુ લોકોને ન બેસાડો, એન્જીન સહિત આ પાર્ટ્સને પહોંચે છે નુકસાન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube