Overloading: કારમાં જરૂર કરતાં વધુ લોકોને ન બેસાડો, એન્જીન સહિત આ પાર્ટ્સને પહોંચે છે નુકસાન
લાંબા સમય સુધી ઓવરલોડિંગ (Overloading) થતાં સસ્પેંશન તૂટવાનો ખતરો પણ રહે છે અને તમે કોઇપણ મોટા અકસ્માતનો ભોગ બની શકો છો.
Trending Photos
નવી દિલ્હી: મોટાભાગે લોકો જરૂર કરતાં વધુ લોકોને બેસાડી દે છે. જોકે તેનું કારણ એ છે કે ઘણા લોકો ઓવરલોડિંગને કોઇ મોટી સમસ્યા ગણતા નથી. પરંતુ તેમનું વિચારવું ખોટું છે. ઓવરલોડિંગ (Overloading) થી કારને વધુ નુકસાન પણ થઇ શકે છે. જાણો ઓવરલોડિંગ કાર માટે કેમ છે ખતરનાક:
બોડી ફ્રેમ
ઓવરલોડિંગ કારની બોડી ફ્રેમ માટે પણ ખતરનાક છે.
કારની બોડી ફ્રેમ એક નક્કી મર્યાદામાં જ વજન ઉઠાવી શકે છે.
સતત કારમાં જરૂર કરતાં વધુ લોકો બેસાડવાથી બોડી ફ્રેમમાં તિરાડ પડી શકે છે. આ ફ્રેમ નબળી થઇને તૂટી શકે છે.
બોડી ફ્રેમને રીપેર કરાવવાનો ખર્ચ ખૂબ મોટો આવે છે.
એન્જીન
ઓવરલોડિંગ (Overloading) ના લીધે કારનું વજન વધે છે જેથી એન્જીન પર દબાણ પડે છે.
દબાણના લીધે એન્જીન એટલું ગરમ થાય છે કે તેની માઇલેજ ઓછી થવા લાગે છે.
વધુ સમય સુધી ઓવરલોડિંગ (Overloading) થી કારનું એન્જીન ડેમેજ થઇ શકે છે.
સસ્પેંશન
સીટીંગ કેપેસિટીથી વધુ સવારી બેસાડવાથી કારના સસ્પેંશન પર દબાણ પડે છે અને નબળા થવા લાગે છે.
લાંબા સમય સુધી ઓવરલોડિંગ (Overloading) થતાં સસ્પેંશન તૂટવાનો ખતરો પણ રહે છે અને તમે કોઇપણ મોટા અકસ્માતનો ભોગ બની શકો છો.
ટાયર્સ
કારમાં જરૂર કરતાં વધુ લોકો બેસાડવાથી ટાયર્સ માટે પણ યોગ્ય નથી.
ઓવરલોડિંગ (Overloading) થી ટાયર્સ પર વધુ દબાણ પડે છે. ટાયર્સ વધુ જલદી ઘસાઇ જાય છે અને વારંવાર પંક્ચર પડે છે.
ટાયર્સ જો એકવાર ઘસાઇ જાય તો તેને વારંવાર બદલવા પણ પડે છે.
કારના ટાયર્સને સારા રાખવા માટે જરૂરી છે કે ઓવરલોડિંગ (Overloading) થી બચવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે