જ્યારે સામસામે આવ્યા શાહિદની પત્ની અને એક્સ પ્રેમિકા! થયું સપનામાં પણ ન ધાર્યું એવું
હાલમાં બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્નમાં ટોચની સેલિબ્રિટીઓ હાજર રહી હતી
મુંબઈ : હાલમાં બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્નમાં ટોચની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. આ લગ્નમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, શાહરુખ ખાન જેવા અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્નમાં અમિતાભ અને આમિરે લોકોને જમવાનું સર્વ કર્યું હોય એવા વીડિયો પણ વાઇરલ થયા છે.
આ લગ્નમાં શાહિદ કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કરિના કપૂર ખાન પણ પોતાના પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂર સાથે પહોંચી હતી. લગ્નમાં કરિનાનો એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત સાથે પહોંચ્યો હતો. કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલામાં આ બન્ને કપલ અચાનક જ સામે આવી ગયાં હતાં. રિપોર્ટ પ્રમાણે કરિના અને મીરા જ્યારે એકબીજાને મળ્યા ત્યારે ભેટ્યાં પણ હતાં. આ ઉપરાંત શાહિદ અને સૈફ અલી ખાન પણ મળ્યાં હતાં.
કંગનાની 'મણિકર્ણિકા'માં ડેનીનો ખાસ રોલ, જાણીને ઉભા થઈ જશે રૂંવાડા
બ્રેકઅપ થયાં પછી કરિના અને શાહિદ એકબીજા સાથે ખૂબ ફ્રેન્ડલી વ્યવહાર રાખે છે. જોકે, કરિના અને મીરા સામસામે આવ્યા તો બન્નેએ એકબીજા સાથે ફ્રેન્ડલી વ્યવહાર દાખવ્યો હતો અને આ વાત ભારે રસપ્રદ છે.