નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન જેટલી લોકપ્રિયતા તેના દીકરા તૈમુર અલી ખાનની પણ છે. તૈમુરની તસવીરો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે. હાલમાં કરીનાએ એક નિવેદન આપતા કહ્યું છે કે હું ક્યારેય પાપારાઝીઓને મારા દીકરા તૈમુરની તસવીર ક્લિક કરતા નથી રોકતી. હું અને મારા પતિ સૈફ ક્યારેય તસવીર ખેંચવાથી રોકવામાં નથી માનતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિવોર્સના 2 વર્ષ પછી મલાઇકા-અરબાઝના દીકરા અરહાન વિશે મોટો ખુલાસો


કરીનાએ પોતાનો મુદ્દો વ્યક્ત કરતા કહ્યું કે અમે એક સારા માતા-પિતા છીએ. અમે ક્યારેય તૈમુરનો ચહેરો નથી છુપાવ્યો. હોલિવૂડમાં સ્ટાર પોતાના બાળકોની તસવીર પબ્લિશ કરવાની પરવાનગી નથી આપતા પણ મેં અને સૈફે આધુનિક અભિગમ અપનાવ્યો છે. જોકે, મીડિયાએ પણ થોડું જવાબદાર બનવું જોઈએ કારણ કે તૈમુર હજી બહુ નાનો છે. 


બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. ટ્વિવટર યુઝર્સ અશ્વિની યાર્દીએ આ તસવીર ટ્વીટ કરી છે. સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....