• આ વીડિયોમાં કરીના એક આરામદાયક સ્વેટરમા નજર આવી રહી છે. તેણે વ્હાઈટ કલરનું હાઈનેક સ્વેટર પહેર્યું છે. જેના પર બ્લેક અને લાલ રંગનું ઓવરસાઈઝ સ્વેટર પહેર્યું છે


ઝી મીડિયા/બ્યૂરો :કરીના કપૂર ખાન હાલ પોતાના પરિવાર સાથે ધર્મકોટમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. બીજીવાર મા બનવા જઈ રહેલી કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ફેનસની સાથે કેટલીક બાબતો શેર કરી છે. હાલમાં જ બેબોએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે પોતાના દીકરા તૈમૂરની સાથે એન્જોય કરતી નજર આવી રહી છે. બેબોએ સોશિયલ મીડિયા પર તૈમૂરની અનેક તસવીરો શેર પણ કરી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોટોને કેપ્શન આપતા કરીનાએ લખ્યુ કે, પોટ પોટ, લિટલ મેનની સાથે ધર્મકોટ સ્ટુડિયોમાં. આ તસવીરને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે મા-દીકરા બંને આ આર્ટથી કેટલા ખુશ છે. 



કરીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે તૈમૂરને પોટરી વિશે બતાવી રહી છે. આ વીડિયોમાં કરીના એક આરામદાયક સ્વેટરમા નજર આવી રહી છે. તેણે વ્હાઈટ કલરનું હાઈનેક સ્વેટર પહેર્યું છે. જેના પર બ્લેક અને લાલ રંગનું ઓવરસાઈઝ સ્વેટર પહેર્યું છે. કરીનાએ તેની સાથે બ્લેક લેગિંગ્સ પહેરી છે. કરીનાનું આ સ્વેટર H&M બ્રાન્ડનુ છે. આ સાથે જ કરીનાએ વાળમાં નાનો અંબોડો બનાવ્યો છે. કરીનાનો આ લૂક વિન્ટર્સ મટે તમને ઈન્સ્પાયર કરી શકે છે. જોકે, કરીનાના સ્વેટરની વાત કરીએ તો તે બતાવે છે કે સ્ટાઈલ કરવા માટે મોંઘાદાટ કપડાની જરૂર નથી. ઓછી કિંમતના કપડા પણ તમે પહેરી શકો છો. કરીનાની આ રેડ અને બ્લેક સ્વેટરની કિંમત માત્ર 1999 રૂપિયા છે.