નવી દિલ્હી: Karishma Tanna wedding Photos: મૌની રોય (Mouni Roy) બાદ વધુ એક અભિનેત્રીના હાથ પીળા થઈ ગયા છે. આ અભિનેત્રી ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે અને તેણે ઘણા ખિતાબ પણ જીત્યા છે. પરંતુ હવે લાખો દિલો તોડીને ટીવી અભિનેત્રીએ સાત ફેરા લેવાનું નક્કી કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિશ્મા તન્નાના લગ્ન
ટીવી અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna haldi ceremony) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કરિશ્મા તન્નાના લગ્ન પહેલા હલ્દી સેરેમની સાથે પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. કરિશ્માની હલ્દી સેરેમનીની ઘણી સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હલ્દીના આ વીડિયોમાં, કરિશ્મા તન્ના પેસ્ટલ લહેંગામાં જોવા મળે છે અને હલ્દી સમારોહ દરમિયાન તેના વરના વાળને ઓળાવતી જોવા મળે છે જેથી તેનો ફોટો સારો આવે.


પીઠીના ફંક્શનના ફોટા થયા વાયરલ
કરિશ્મા તન્ના (Karishma Tanna) ની હલ્દી સેરેમનીના આ વાયરલ વીડિયોમાં કપલ સફેદ ડ્રેસમાં જોવા મળી રહ્યું છે. કરિશ્માએ ફ્લોરલ જ્વેલરી પહેરી છે અને વ્હાઈટ ડ્રેસમાં તે ખૂબ જ સારી લાગી રહી છે. કરિશ્મા અને વરુણ હળદરમાં લપેટાયેલા જોવા મળે છે. કરિશ્માના ચાહકો તેને આ ખાસ અવસર પર અભિનંદન આપી રહ્યા છે અને તેના સુખી ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.



લાંબા ટાઇમ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
તમને જણાવી દઈએ કે 'ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 10' ની વિનર કરિશ્મા તન્ના (Karishma Tanna Boyfriend) તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઈ રહી છે, જેને તે લાંબા સમયથી ડેટ કરી રહી હતી. વરુણ બંગેરા એક બિઝનેસમેન છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા અને વરુણે નવેમ્બર 2021માં ગુપ્ત રીતે સગાઈ કરી હતી અને હવે 5 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કોવિડને કારણે, હલ્દી સેરેમનીને ઇંટીમેટ રાખવામાં આવી છે, જ્યાં વર-કન્યાના પરિવારો સિવાય, કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.