નવી દિલ્હી: કેટરીના કૈફ (Katrina Kaif)ની સુંદરતા માટે દરેક વ્યક્તિ દિવાનો છે, દરેક અભિનેત્રી અને છોકરી તેમના જેવા દેખાવાના સપના જુએ છે. પરંતુ તાજેતરમાં 'વોગ 2019' દરમિયાન કંઈક એવું બન્યું હતું કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. એવોર્ડ ફંક્શન પહેલા કેટરિના કૈફ (Katrina Kaif) મેક અપ કરી રહી હતી અને બોલિવૂડ સુપરસ્ટાર ગઈ હતી અને બોલ્યો 'મને પણ હોટ બનાવી દો'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર


કેટરિના કૈફ (Katrina Kaif) પાસે મેકઅપ કરાવનાર સુપરસ્ટાર બીજું કંઈ નહીં પરંતુ આપણા સુપરસ્ટાઇલ અને ફેશન આઈકોન રણવીર સિંહ (Ranveer Singh) છે. કેટરિના કૈફે આ વીડિયોને પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યો છે. કેટરિના કૈફ (Katrina Kaif) અને રણવીર સિંહ (Ranveer Singh)નો આ ફની વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓ જુઓ…


નોરા ફતેહીના ડાન્સને જોતા બેકાબૂ બન્યા ફેન્સ, જુઓ VIRAL VIDEO


આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટરિના કૈફ (Katrina Kaif) લિપસ્ટિક લગાવી રહી છે. તે દરમિયાન રણવીર સિંહની એન્ટ્રી થાય છે. વીડિયોમાં બંને રેડ આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ રણવીર સિંહ (Ranveer Singh)ની વિનંતી બાદ કેટરિના કૈફ (Katrina Kaif), રણવીર સિંહ (Ranveer Singh)ની આંખોમાં કાજલ લગાવે છે.


આ પણ વાંચો:- 'તાનાજી'મા સેફ અલી ખાનનો લુક પણ આવ્યો સામે, એકવાર ફરી દેખાશે નેગેટિવ રોલમાં


તે દરમિયાન રણવીર સિંહ (Ranveer Singh)એ કહ્યું છે કે, 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોને લઇને ભૂમિકાના કારણે તે પહેલા પણ કાજલ લગાવી ચુક્યો છે. તમને જણાવી દઇએ કે, આ એક પ્રમોશનલ વિડ્યો છે. વીડિયોમાં રણવીર સિંહ હંમેશાની જેમ બિંદાસ અંદાજમાં જોવા મળી રહ્યો છે.


જુઓ Live TV:-


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...