સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

નવી દિલ્હી: બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3 (Dabangg 3)'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સોમવારે સલમાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 'દબંગ 3'નું વધુ એક નવું પોસ્ટર શેર કર્યું, જેમાં તેમની ઓનસ્ક્રીન વાઇફ રજ્જો જોવા મળી રહી છે એટલે કે સોનાક્ષી સિન્હા. એટલું જ નહી, સલમાન ખાને પોસ્ટરને બિલકુલ નવી રીતે શેર કર્યું છે. તે પોસ્ટરની સામે જઇને સોનાક્ષી સિન્હાનો પરિચય પોતાના ફેન્સ સાથે કરાવ્યો હતો. સાથે જ તેમણે એ પણ જાણકારી આપી છે કે આ ફિલ્મનું ટ્રેલર 2 દિવસ બાદ રિલીઝ કરવામાં આવશે. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી થઇ છે, જે સલમાનના નજીકના મિત્ર મહેશ માંજરેકરની પુત્રી સઇ માંજેરેકર (Saiee Manjrekar) છે. સઇ આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.  'દબંગ 3'ના નિર્દેશક પ્રભુદેવા છે અને સલમાન ખાન અને તેમના ભાઇ અરબાજ ખાન તેના નિર્માતા છે. સમાચાર છે કે સલમાન ખાન વધુ એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. સલમાન ખાન 'મેરેજ હોલ' પર કેંદ્વિત એક ફિલ્મનું નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્ર ગણવામાં આવે છે કે સલમાન પોતાના એસકેએફ બેનર દ્વારા આ પ્રોજેક્ટથી વાપસી કરવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 'આ બે ભાઇઓની કહાણી છે, જે દિલ્હીમાં રહે છે. હાલ આ ફિલ્મનું નામ 'બુલબુલ મેરેજ હોલ' આપવામાં આવી શકે છે.  

આ ફિલ્મને રોહિત નૈય્યરે નિર્દેશિત કરી છે અને સંવાદ રાજ શાંડિલ્યએ લખ્યા છે. નૈય્યરે આ પહેલાં 2009ની ફિલ્મ 'શૈડો'માં કામ કર્યું હતું. જેમાં મિલિંદ સોમણ, સોનાલી કુલકર્ણી અને ઋષિતા ભટ્ટ મુખ્ય ભુમિકામાં હતી. અત્યારે ફિલ્મની કાસ્ટિંગ ચાલી રહી છે અને શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે. જ્યાં સુધી સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'ની વાત કરીએ તો તે 20 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news