Tiger 3: વર્ષોથી બોલીવુડમાં ફિલ્મના હીરો અને હિરોઈનની ફી વચ્ચે મોટો તફાવત મળે છે. આજના સમયમાં પણ ફીનો આ તફાવત જોવા મળે છે.  તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 માં પણ આ તફાવત જોવા મળ્યો અને જે ચર્ચાનો વિષય બન્યો છે. આજના સમયની ફિલ્મોમાં અભિનેત્રીઓની ભૂમિકાઓ પણ મહત્વની હોય છે. પરંતુ તેમ છતાં તેમને હીરોની તુલનામાં ઘણી ઓછી ફી ચુકવવામાં આવે છે. મોટા બજેટમાં પણ મોટા સ્ટાર્સ અને મોટા નિર્માતાઓ આ ખામી રાખે છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 માં પણ સલમાન અને કૈટરીનાનું કામ એક સરખું છે પરંતુ ફી ની વાત કરીએ તો કૈટરીનાને સલમાન કરતાં ખૂબ ઓછી ફી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Web Shows-Movies: દિવાળીની રજાઓમાં ઘર બેઠા માણો આ 5 ફિલ્મો અને વેબ સીરીઝની મજા
 
ટાઈગર 3 બોલીવુડના યશ રાજ ફિલ્મ્સની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર આ ફિલ્મ 300 કરોડ રૂપિયામાં બની છે. જેમાં માત્ર સલમાન ખાનની ફી 100 કરોડ રૂપિયા છે. તેણે આ ફિલ્મમાં રો એજન્ટ અવિનાશ રાઠોડ ઉર્ફે ટાઈગરનો રોલ કર્યો છે. ફિલ્મમાં કૈટરીના પાકિસ્તાની એજન્ટ ઝોયાની ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયો સાથેના એક સીનને બાદ કરતાં મોટાભાગના સીનમાં સલમાન-કૈટરીના સમાન રીતે જોવા મળે છે. એક્શન સીન્સમાં પણ તેણે મહેનત કરેલી જોવા મળે છે.  


આ પણ વાંચો: Pankaj Tripathi: કડક સિંહ બની પંકજ ત્રિપાઠી કરશે આ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી


તેમ છતાં તેની ફીની વાત કરીએ તો તે સલમાનની 100 કરોડ રૂપિયાની સરખામણીમાં 15 થી 21 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ સિવાય ટાઇગર 3 માં ઇમરાન હાશ્મીને માત્ર 2.5 કરોડ રૂપિયા ફી મળી હોવાનું કહેવાય છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રેવતીની ફી 35 લાખ રૂપિયા, રણવીર શૌરીની ફી 50 લાખ રૂપિયા, રિદ્ધિ ડોગરાની ફી 30 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.