Trending Web Shows-Movies: દિવાળીની રજાઓમાં ઘર બેઠા માણો આ 5 ફિલ્મો અને વેબ સીરીઝની મજા

Trending Web Shows-Movies: આ વર્ષની દિવાળી મનોરંજનની દ્રષ્ટિએ પણ જોરદાર રહેવાની છે. થિયેટરથી લઈને ઓટીટી સુધી મનોરંજનનો જબરદસ્ત ડોઝ મળશે છે. સલમાન ખાન અને કેટરિના કૈફની ટાઇગર 3 થિયેટરોમાં હલચલ મચાવી રહી છે. ઘણી ફિલ્મો અને વેબ શો OTT પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.

પીપા

1/5
image

જો તમે દિવાળી પર પરિવાર સાથે ઘરે બેસીને કંઈક સારું જોવા માંગો છો તો ઈશાન ખટ્ટરની પીપા બેસ્ટ ચોઈસ સાબિત થઈ શકે છે. પીપા ફિલ્મ 'બેટલ ઓફ ગરીબપુર' પર આધારિત છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, સોની રાઝદાન સહિત ઘણા કલાકારો જોવા મળશે. પીપા મૂવી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

ઘૂમર

2/5
image

અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઓગસ્ટમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ હવે તે ઓટીટી પર આવી ચુકી છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી પ્રેરણાદાયી સ્ટોરી દર્શાવે છે. અભિષેક અને સૈયામીની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ZEE5 OTT પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

PI મીના

3/5
image

જો તમને દિવાળીની રજાઓમાં કોઈ રોમાંચક સીરિઝ જોવાનું મન હોય તો પીઆઈ મીના પણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. એક ડિટેક્ટીવ ગર્લ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાય છે.

આર્યા 3

4/5
image

સુષ્મિતા સેનની ક્રાઈમ ડ્રામા થ્રિલર સીરિઝની આ ત્રીજી સીઝન રિલીઝ થઈ ગઈ છે. આ સીરિઝમાં દમદાર સ્ટોરીની સાથે સુસ્મિતાનો એક્શન જોવા મળશે.  

રેમ્બો રિશ્તા 

5/5
image

આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર લવ સ્ટોરી જોવા મળશે. આ વાર્તાઓ એટલી અદ્ભુત છે કે ક્યારેક તમે લાગણીઓમાં વહી જશો તો ક્યારેક તમારા રુંવાળા ઊભા થઈ જશે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાય છે.