KATRINA KAIF ની 6 બહેનો પણ કોઈ એકટ્રેસથી કમ નથી, એમને પણ થઈ ચૂકી છે ફિલ્મોની ઓફર
બોલીવુડની જાણીતી ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ હંમેશા પોતાના અનોખા અંદાજ અને પોતાના સેક્સી લૂકને કારણે ચર્ચામાં રહે છે. જોકે, હવે કેટરિનાની સાથો-સાથ એની બહેનો પણ ચર્ચામાં આવી છે. કેટરિનાની બહેનોને પણ ફિલ્મોમાં કામ કરવા માટે ઓફર થઈ ચૂકી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં કેટરિના કૈફના ભારતમાં આજે કરોડો પ્રશંસકો છે, કેટરિનાએ તેની સુંદરતાથી અને એક્ટિંગથી ટોચની અભિનેત્રીઓમાં સ્થાન પામ્યું છે. યુવાવર્ગના દિલમાં જાદુ ચલાવનાર કેટરિના કૈફની સુંદરતાના વખાણ જેટલા કરીએ તેટલા ઓછા છે, શું તમે જાણો છો કેટરિનાની 6 બહેનો છે અને તે સુંદરતામાં કેટરિનાથી જરા પણ ઓછી નથી.
હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી કેટરિના કૈફની સુંદરતાનો કોઈ જવાબ નથી પરંતું કેટરિના કૈફની બહેનો તેના કરતા પણ સુંદર છે. કેટરિના કૈફ બ્રિટીશ-ભારતીય અભિનેત્રી છે, આજે કેટરિના કૈફે હિન્દી ફિલ્મોમાં બહુ મોટું નામ કરી દીધું છે. કેટરિના કૈફને 6 સુંદર બહેનો છે. કેટરિના તેની બહેનો સાથે નવરાશનો સમય પસાર કરવાની કોઈ તક છોડતી નથી. કેટરિનાએ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની બહેનો સાથેના ફોટા શેર કર્યા છે. કેટરિના કૈફની બહેન ઈઝાબેલ કૈફને હવે કોઈ ઓળખાણની જરૂર નથી તેને પણ લાખો લોકો ઓળખવા લાગ્યા છે. અહીં કેટરિના કૈફની અન્ય બહેનો નામ તમને જણાવીએ.
આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
કેટરિના કૈફની સૌથી મોટી બહેનનું નામ છે સ્ટેફનલે કૈફ, બીજા નંબરની ક્રિસ્ટીન, ત્રીજા નંબરની નતાશા, ચોથા નંબરની કેટરિના કૈફ, કેટરિના કૈફ બાદ તેની અન્ય બહેનો મેલિસા, સોનિયા અને ઈઝાબેલ છે. ઈઝાબેલ પણ કેટરિનાની જેમ ફિલ્મોમાં કામ કરવા તૈયાર છે. કેટરિના કૈફ તેના પરિવારથી ઘણી નજર છે, કેટરિના કૈફ તેના પરિવાર સાથે ઘણીવાર વેકેશન મનાવતી હોય છે. હાલ કેટરિના કૈફ 'એક થા ટાઈગર'ની ત્રીજી સિરીઝના શુટિંગમાં વ્યસ્ત છે. કેટરિના કૈફે તેની ફિલ્મ માટે હેયર કટ કરાવ્યો છે. નવા હેરલૂક વાળો ફોટો કેટરિના કૈફે શેર કર્યો હતો. ઈઝાબેલ કૈફ બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે,ઈઝાબેલ બે ફિલ્મોમાં કામ કરી રહી છે. 'સુસ્વાગતમ ખુશામદીદ' નું ટિઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મમાં તે પુલકિત સમ્રાટ સામે નજર આવશે. તો બીજી ફિલ્મ 'ટાઈમ ટુ ડાન્સ' માં તે સૂરજ પંચોલી સાથે જોવા મળશે. 'ટાઈમ ટુ ડાન્સ' નું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube