આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
અવારનવાર લોકો સામાનને ખરાબ થતો બચાવવા માટે કે ઠંડું કરવા માટે અને બરફ જમાવવા માટે ફ્રિજનો ઉપયોગ કરે છે. હવે બજારમાં એવું ફ્રિજ આવી ગયું છે. જે તમારા ઘરમાં દહીં જમાવવાનું કામ પણ કરશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અવારનવાર લોકો સામાનને ખરાબ થતો બચાવવા માટે કે ઠંડું કરવા માટે અને બરફ જમાવવા માટે ફ્રિજનો ઉપયોગ કરે છે. હવે બજારમાં એવું ફ્રિજ આવી ગયું છે. જે તમારા ઘરમાં દહીં જમાવવાનું કામ પણ કરશે. સમયની સાથે હવે ટેકનોલોજીનો પણ વિકાસ થઈ રહ્યો છે. હવે મશીનોએ માણસો કરતાં પણ વધારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. રોટલી બનાવવાનું મશીન, ડિશવોશર, વોશિંગ મશીન વગેરે તો તમે સાંભળ્યું જ હશે. જેણે ઘરમાં કામ કરતી મહિલાઓના કામ ઓછા કરી નાંખ્યા છે. ત્યારે વધુ એક સુવિધા બજારમાં આવી ગઈ છે જે દરેક વ્યક્તિને મદદરૂપ સાબિત થશે.
જી, હા અમે વાત કરી રહ્યા છીએ એવા ફ્રિજની. જે માત્ર તમારા સામાનને ઠંડો જ નહીં કરે. પરંતુ બીજા પણ અનેક કામ કરશે. અવારનવાર લોકો સામાનને ખરાબ થતો બચાવવા માટે કે ઠંડું કરવા માટે અને બરફ જમાવવા માટે ફ્રિજનો ઉપયોગ કરે છે. હવે બજારમાં એવું ફ્રિજ આવી ગયું છે. જે તમારા ઘરમાં દહીં જમાવવાનું કામ પણ કરશે.
કેવી રીતે દૂધમાંથી દહીં બનશે:
અત્યાર સુધી તમે પહેલાં દહીં જમાવતા હશો અને પછી તેને ફ્રિજમાં મૂકતા હશે. પરંતુ હવે એવું કંઈ કરવાની જરૂરિયાત નહીં રહે. હવે તમારા આ ફ્રિજ તમારું મુશ્કેલી ભરેલું કામ જાતે જ કરી લેશે. એટલું જ નહીં ફ્રિજમાં દહીં માટે અલગથી એક સેક્શન બનાવવામાં આવ્યું છે. જેમાં તમારે દૂધ રાખવાનું હોય છે અને તે જાતે આગળનું કામ કરી લે છે. એવામાં એ વસ્તુ પણ જાણી લઈએ કે આ ફ્રિજમાં શું ખાસ છે અને ફ્રિજ સાથે જોડાયેલી અનેક વાતો.
દહીં જમાવવાનો પ્રકાર:
આ સેમસંગનું એક ખાસ ફ્રિજ છે. જેમાં દહીં બનાવવા માટે એક બોક્સ જેવું સેક્શન બનેલું હોય છે. તેમાં એક ડબ્બો હોય છે. જેમાં તમારે દૂધ રાખવાનું હોય છે. તમારે માત્ર તેમાં દૂધ અને થોડું દહી નાંખીને મૂકી દેવાનું હોય છે. તેના પછી તેને કર્ડ સેક્શનમાં રાખવામાં આવે છે. આ કર્ડ સેક્શન માત્ર દહીં માટે સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવી છે. અને ત્યાં દહીં સરળતાથી જામી જાય છે. તેનાથી દહીંના ખરાબ થવાનો ડર રહેતો નથી. અને તાપમાન દહીંના હિસાબથી નિયંત્રિત રહે છે. આ પહેલું એવું ફ્રિજ છે. જેમાં કર્ડ માટે સ્પેશિયલ સેક્શન છે.
શું ખાસ છે આ ફ્રિજમાં:
આ ફ્રિજ છે કર્ડ મેસ્ટ્રો રેફ્રિજરેટર્સ. સેમસંગ તરફથી ગયા વર્ષે આ ફ્રિજ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે દહીં જમાવનારું આ ફ્રિજ હે 396 અને 407 લીટર ક્ષમતામાં પણ ઉપલબ્ધ થશે. તેમાં કન્વર્ટિબલ 5 ઈન 1 ટેકનોલોજી, ટ્વિન કૂલિંગ પ્લસ, ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી અને સ્ટેબિલાઈઝર ફ્રી ઓપરેશન ટેકનોલોજીસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્રિજ હવે ઓનલાઈન પણ ખરીદી શકાય છે અને તેમાં અનેક રંગ પણ મળી રહે છે. સેમસંગનો દાવો છે કે કર્ડ મેસ્ટ્રોની મદદથી 6.5થી 7.5 કલાકમાં દહીં બનાવી શકાય છે. 6.5 કલાકમાં સોફ્ટ કર્ડ અને 7.5 કલાકમાં થીક કર્ડ તેનાથી તૈયાર કરવામાં આવી શકાય છે.
કેટલી છે કિંમત:
જણાવી દઈએ કે 386 લીટર કેપેસિટીના 2 સ્ટાર મોડલની કિંમત 55,990 રૂપિયા, જ્યારે 3 સ્ટાર મોડલની કિંમત 56,990 રૂપિયા છે. આ સિવાય 407 લીટર કેપેસિટીવાળા 2 સ્ટાર વેરિએન્ટની કિંમત 61,990 રૂપિયા અને 3 સ્ટાર વેરિએન્ટની કિંમત 63,990 રૂપિયા છે. તેને ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. આ ડિજિટલ ઈન્વર્ટર ટેકનિકની સાથે આવે છે. જે રેફ્રિજરેટરને અનુમતિ આપે છે કે તે વિજળીના ઓછા ઉપયોગ માટે ઘરના ઈન્વર્ટર સહિત સોલાર એનર્જી પર કામ કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે