નવી દિલ્હી: વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) આજે હિન્દુ રીતરિવાજથી સાત ફેરા લઇ લીધા છે. આજ બાદથી આ કપલ હવે પતિ પત્ની તરીકે દુનિયાની સામે આવશે. આજે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના કિલ્લામાં બંનેના લગ્ન યોજાયા છે. આ શાહી લગ્નમાં બહુ જ ઓછા મહેમાનોને આમંત્રિત કરાયા છે. પરંતુ લગ્ન સ્થળથી હજી સુધી એક પણ તસવીર બહાર આવી નથી. આવામાં ફેન્સ દુલ્હા અને દુલ્હનની એક ઝલક જોવા માટે આતુર છે. ત્યારે આજે સવાઈ માધોપુરમાં શુ થશે તેના પર મીડિયા અને ફેન્સની નજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની બની ગયા વિક્કી-કૈટરીના
વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. સમાચારો અનુસાર એકદમ શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કૈટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.


Vicky એ આ રીતે ફલર્ટ કર્યું તો શરમથી લાલ થઇ કૈટરીના, કેમેરામાં કેદ થઇ ખાસ મોમેન્ટ


ખાસ વ્યવસ્થા
લગ્નમાં માત્ર ગણતરીના 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ છે. વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવશે. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.


મહેમાનોને પિરસાશે ગુજરાતી વાનગી
ખાસ વાત એ છે, લગ્નમાં ગુજરાતી તથા રાજસ્થાની વાનગીઓ પિરસવામાં આવશે. ગુજરાતના ઢોકળા, સમોસા અને કચોરી ખાસ રીતે હલદી ફંક્શનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગુજરાતી વાનગી પણ મહેમાનોને પિરસવામાં આવશે. તો રાજસ્થાનની ડિશ માવાની કચોરી અને ગૌંદ પાક પણ રાખવામા આવ્યો છે. તો મીઠાઈમાં ખાસ ડિશ પિરસવામા આવશે. 

Vicky-Katrina ના લગ્નના પ્રથમ PICS થયા લીક, 'મહેલ' માં જોવા મળ્યો રાજાશાહી અંદાજ


શું વિકી-કેટરિના કરશે 100 કરોડની ડીલ?
વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) તેમના લગ્નની, મહેમાનોની અને ફંક્શન્સની સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખી છે, જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિકીને તેમના લગ્નના ફૂટેજ રિલીઝ કરવા માટે OTT પ્લેટફોર્મ દ્વારા 100 કરોડની ઓફર કરવામાં આવી છે. અમારી પાર્ટનર વેબસાઈટ બોલીવૂડ લાઈફના સમાચાર મુજબ, આ કપલને આ લગ્નથી ઘણા પૈસા મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube