Food: શિયાળામાં મોડી રાત્રે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી, ખાવાથી થઈ જશે ન મટે એવા શરદી-ઉધરસ
Food: શિયાળામાં જો રાતના સમયે ખાવાપીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો આખો શિયાળો તબિયત નરમ-ગરમ રહે છે. ખાસ તો રાતના સમયે આ 5 વસ્તુઓ વધારે ખાવામાં આવે તો ન મટે એવા શરદી-ઉધરસ ઠંડીની ઋતુમાં થઈ જાય છે. આ 5 વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
ઠંડા પીણા
શિયાળામાં ફ્રીજમાં રાખેલા ડ્રિંક્સ, આઈસ્ક્રીમ કે પછી કોલ્ડ મિલ્ક પીવાનું બંધ કરી દેવું જોઈએ. તેનાથી ગળાની તકલીફો થઈ શકે છે.
ખાટા ફળ
સંતરા, મોસંબી, લીંબુ ફાયદાકારક છે. વિટામીન સીથી ભરપુર આવા ખાટા ફળ રાત્રે ખાવાથી તબિયત બગડી પણ શકે છે. આ ફળ ખાવાથી શરદી-ઉધરસ વધી જાય છે.
તળેલી વસ્તુઓ
રાતના સમયે સમોસા, કચોરી જેવી અન્ય વસ્તુઓ ખાવાથી પાચન પણ બગડે છે અને ગળાની તકલીફો પણ વધી શકે છે.
ડેરી પ્રોડક્ટ
દૂધ, દહીં, પનીર જેવા ડેરી પ્રોડક્ટ પણ રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી કફ થઈ શકે છે. જેને મટતા વધારે સમય લાગે છે.
મસાલેદાર ભોજન
શિયાળાની રાત્રે વધારે પડતું મસાલેદાર ભોજન કરવાથી પણ નુકસાન થાય છે. તેનાથી ઉધરસ અને ગળાની તકલીફ થઈ શકે છે.
Trending Photos