Katrina Kaif Video: કૈટરીના કૈફ અને વિક્કી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લંડનનો છે. આ વીડિયોમાં વિક્કી કૌશલ કૈટરીના કૈફનો હાથ પકડી રસ્તા પર વોક કરતો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક, સીઝન 4 નું થયું અનાઉંસમેન્ટ


જો કે આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં કૈટરીના પ્રેગ્નન્ટ હોય તેવું લાગે છે જેના કારણે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે વિક્કી કૌશલના ઘરે નાનું મહેમાન આવશે. આ વાયરલ વીડિયોના કમેંટ સેક્શનમાં પ્રેગ્નન્સીને લઈને વાતો થવા લાગી છે. 


આ પણ વાંચો: માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી, ક્રિમિનલ જસ્ટિસની 4 સીઝન થઈ અનાઉંસ


કૈટરીના કેફ અને વિક્કી કૌશલ આ વીડિયોમાં આરામથી એકબીજાનો હાથ પકડી લંડનના રસ્તા પર ફરતા જોવા મળે છે. કૈટરીનાએ બ્લેક કલરનો ઓવરસાઈઝ કોટ પહેર્યો છે જ્યારે વિક્કી કૌશલે બ્લુ ટી શર્ટ પહેર્યું છે. 



વીડિયોમાં લોકોના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે કોટ અભિનેત્રીએ પહેર્યો છે તે આગળની તરફ વધારે દેખાય છે. સાથે જ વિક્કી કૌશલ સતત કૈટરીનાનો હાથ પકડીને ચાલે છે... આ વાતોને નોટિસ કરનાર લોકોએ કોમેન્ટ કરવાનું શરુ કર્યું છે કે કૈટરીના પ્રેગ્નન્ટ છે એટલે વિક્કી કૌશલ ધ્યાન રાખી રહ્યો છે. 


આ પણ વાંચો: ઉસ્તાદજી બની છવાઈ ગયા ઈંદ્રેશ મલિક, એક સમયે ઐશ્વર્યાની ફિલ્મમાંથી કટ થઈ ગયો હતો સીન


આ ચર્ચાઓ શરુ થવાનું બીજું કારણ એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી કૈટરીના કૈફ કોઈપણ જાહેર ફંકશનમાં દેખાતી નથી. એટલું જ નહીં વિક્કી કૌશલના બર્થડે સેલિબ્રેશનના ફોટોમાં પણ તે પોતે ન હતી. છેલ્લે તે જાન્યુઆરી મહિનામાં જાહેરમાં જોવા મળી હતી. ત્યારબાદ હાલ સુધીમાં તેની કોઈ લેટેસ્ટ ફોટો પણ શેર થઈ નથી. જેના કારણે કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ છે.