મુંબઈ : ટીવી પર આવતા સિમાચિન્હ જેવા શો કૌન બનેગા કરોડપતિ(KBC) તેની 11મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. લોકો આ શોમાં ભાગ લેવાની સાથેસાથે શોમાં હાજરી આપવા પણ તલપાપડ હોય છે કારણ કે એમાં અમિતાભને મળવાની તક મળતી હોય છે. હવે આ શોની લેટેસ્ટ સિઝનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ શો માટે રજિસ્ટ્રેશન આજે એટલે કે 1 મેના રોજ રાત્રે 9 વાગ્યાથી શરુ ગઈ છે. ટીવી પર સમગ્ર સપ્તાહ દરમિયાન કેટલાક સવાલ દર્શાવાશે જેના જવાબ આપવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસવીરને કારણે ઐશ્વર્યા પર ટીકાનો વરસાદ, કારણ કે....


કેબીસીની હોટ સીટ પર બેસવા માગતા દર્શકો Sonylivની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત IVR અથવા SMS દ્વારા પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશન પૂર્ણ થયાની જાણકારી ઈમેઇલ અથવા એસએમએસ દ્વારા મોકલી દેવામાં આવે છે. જે બાદ કેબીસીની ટીમ ભાગ લેનારા લોકોને શોર્ટ લિસ્ટ કરશે. જે માટે અલગ અલગ શહેરોમાં ઓડિશન લેવામાં આવશે. ભાગ લેવા માગતા લોકોનો વીડિયો ટેસ્ટ પણ કરવામાં આવશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...