આ તસવીરને કારણે ઐશ્વર્યા પર ટીકાનો વરસાદ, કારણ કે....

હાલમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે અને લોકો એને ટ્રોલ કરી રહ્યા છે

આ તસવીરને કારણે ઐશ્વર્યા પર ટીકાનો વરસાદ, કારણ કે....

નવી દિલ્હી : હાલમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે અને લોકો એને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં બચ્ચન પરિવાર ફેમિલી ડિનર માટે ગયો હતો અને આ સમયે ક્લિક થયેલી તસવીરોમાં દીકરી આરાધ્યાનો હાથ પકડીને ચાલી રહેલી ઐશ્વર્યાની તસવીરને લોકોએ લોકોએ ટ્રોલ કરી હતી અને તેને ઓવર પ્રોટેક્ટિવ માતા ગણાવી હતી. 

એક ઇસ્ટાગ્રામ યુઝરે કમેન્ટ કરતા કહ્યું છે કે ઐશ્વર્યાએ હવે ગર્ભનાળ કાપવાની જરૂર છે. તેની દીકરી હવે આઠ વર્ષની છે. બીજા યુઝરે કહ્યું હતું કે ઐશ્વર્યાએ તેનો હાથ છોડી દેવો જોઈએ અને એને આઝાદી આપવાની જરૂર છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 12 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. 2007માં અભિષેક અને ઐશ્વર્યાએ લગ્ન કર્યા હતા અને 4 વર્ષ પછી તેમની દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. હાલમાં અભિષેક અને ઐશ્વર્યા લગ્નની 12મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે માલદિવ્સ ગયા હતા. 

હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં ઐશ્વર્યા અને અભિષેક જોવા મળી રહ્યા છે. ધ ગોવન એવરી ડેમાં પબ્લિશ થયેલી આ તસવીર પ્રમાણે ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક સાથે ગોવામાં હોલી ડે માણી રહી છે. આ તસવીરમાં ઐશ્વર્યા જાણે પ્રેગનન્ટ હોય એવી લાગી રહી હતી. એ સમયે ઐશ્વર્યાના પ્રવક્તાએ ઐશ્વર્યાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું છે કે ઐશ્વર્યાનો જે ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. તે ખોટા એંગલથી પાડવામાં આવ્યો છે. આ કારણે ઐશ્વર્યાનું પેટ ફૂલાયેલું જોવા મળે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news