મુંબઈ : KBC 10  કૌન બનેગા કરોડપતિ દર્શકોનો પસંદીદાર શો છે. આ એક એવો શો છે, જેના દ્વારા લોકોને પોતાનું નોલેજ વધારવાનો મોકો મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, કોઈ પણ રીતે તેને આ શોમાં પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો અને તેઓ વધુમાં વધુ રકમ લઈને ઘરે ફરે. જોકે, અત્યાર સુધી કોઈ પણ કન્ટેસ્ટંટ 7 કરોડ રૂપિયા જીતી શક્યું નથી. આ શોમાં ખાસ વાત એ છે કે, તેના હોસ્ટ અમિતાભ બચ્ચન છે. તે પોતાની હાજીર જવાબીને કારણે લોકોનું દિલ જીતી લે છે. પરંતુ તમે આ શોની પાછળની એક વાત સાંભળીને ચોંકી જશો. જ્યારે બિગ બી રૂપિયા જીતવા પર કન્ટેસ્ટંટને જે ચેક આપે છે, અને તેના એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કરે છે તે ફેક હોય છે. હકીકતમાં, શો પૂરો થતા જ તેઓ રૂપિયા પરત લઈ લે છે અને કેબીસીની પ્રોડક્શન ટીમ તે ચેકને ફાડી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એટલું જ નહિ, વિજેતાઓની રકમ પણ એક્સિ બેંકના પ્રમોશન માટે કરવામાં આવે છે. કેમ કે, જો કોઈ સ્પર્ધક એક કરોડ રૂપિયા જીતે છે, તો તેના ખાતામાં ક્યારેય પૂરતી રકમ જમા થઈ શક્તી નથી. પરંતુ તેમાં 40 ટકા ટેક્સ કાપી લેવામાં આવે છે. એટલું જ નહિ, આ શોની શરૂઆત પહેલા જ બિગ-બી તમામ સ્પર્ધકોને મળે છે અને તે દિવસે જે પણ સ્પર્ધક હોટ સીટ પર ઉતરીને આવે છે, તે બધાને શો પૂરો થવા સુધી ઘર પર જવા નથી દેવાતા.