નવી દિલ્હી: આમ તો લોકો એક્ટીંગના બાદશાહ અમિતાભ બચ્ચનની દરેક અદાના દિવાના છે, તેમના દરેક ડોયલોગનું પુનરાવર્તન કરી લોકો સાબિત કરે છે કે તેઓ અમિતાભના સૌથી મોટો ચાહક છે. પરંતું જ્યારે અમિતાભ બચ્ચન કોઇના વખાણ કરે છે. ત્યારે તે વ્યક્તિ પણ બધાની સામે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આ વાતની બધાને જાણ હશે કે અમિતાભ બચ્ચન એવા લોકોની યાદીમાં છે જેમની સામે આવેલા વ્યક્તિના દિલ ખોલીને વખાણ કરવા પાછળ નથી. પરંતુ સોમવારે કૌન બનેગા કરોડપતિમાં કોઇ એક કન્ટેસ્ટંટની હોટ સીટ પર બેસતા જ અમિતાભ બચ્ચને તેના એવા વખાણ કર્યા કે કોઇ બોલીવુડની એક્ટ્રસ પણ આવા વખાણ માટે તરસી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની મહિલા મામલતદારની કર્યા વખાણ 
સોમવારે નવા પ્રતિયાગી સાથે રમતની શરૂઆત કરવામાં આવી, પહેલીજ વારમાં રાજકોટની ઇશિતા મેર ફાસ્ટેટ ફિંગર ફસ્ટમાં જીતીને હોટ સીટ પર આવી હતી, ઇશિતા અને અમિતાભ બચ્ચને જ્યારે રમતની શરૂઆત કરી તે પહેલા જ બીગ બીએ ઇશિતાના એવા વખાણ કર્યા કે ખુદ ઇશિતાને પણ તેનો વિચાર પણ નહી હોય. અમિતાભ બચ્ચને કહ્યું ‘જ્યારે હું ત્યા ઉભો હતો, ત્યારે તમે મને જોઇને હસી રહ્યા હતા તે દરમિયાન જ મને લાગ્યું કે આજે દિવસ સારો જવાનો’ છે. જ્યારે એટલુ જ નહિ રમતની શરૂઆત કર્યા પહેલા પણ અમિતાભ બચ્ચને ઇશિતાની સ્માઇલના વખાણ કર્યા અને પછી પ્રથમ સવાલ પૂછ્યો હતો. મહત્વું છે, કે ઇશિતા મેર રાજકોટમાં મામલતદારની પોસ્ટ પર નોકરી કરી રહી છે. મહાનાયક પણ ઇશિતાની પોસ્ટ સાંભળીને ખુશ થઇ ગયા હતા. ઇશિતા હોસ્ટ સીટ પર રહીને 3.20 લાખ રૂપિયા જીતી છે.


 
 
મહત્વનનું છે, કે કેબીસીની આ સીઝન અલગ અલગ મહિલા પ્રતિયોગીના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ પણ એક મહિલાએ અમિતાભ બચ્ચનના ગળે પડવાની વાત કરવામાં આવી હતી. તેણે ખુલ્લે આમ એમ પણ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર રાત્રે તેના સપનામાં આવે છે.