સુપરસ્ટાર યશનું નવું પરાક્રમ, `KGF Chapter 2` ની રિલીઝ પહેલાં હાથ લાગી આ બ્રાંડ
ભારતના મુખ્ય લક્સરી ગ્રુમિંગ ઉત્પાદનોમાંથી એક બેયર્ડોએ `કેજીએફ` સ્ટાર યશને પોતાની બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. યશ બેયર્ડો બ્રાંડ એંબેસેડરની ભૂમિકામાં બ્રાંડના નવા અભિયાનનો ભાગ બનશે. સ્ટારડમ યશની સફળતાને મીડિયાએ સારી રીતે રજૂ કરી છે અને તેને સતત કર્ણાટકના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક ગણાવ્યા છે.
નવી દિલ્હી: ભારતના મુખ્ય લક્સરી ગ્રુમિંગ ઉત્પાદનોમાંથી એક બેયર્ડોએ 'કેજીએફ' સ્ટાર યશને પોતાની બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. યશ બેયર્ડો બ્રાંડ એંબેસેડરની ભૂમિકામાં બ્રાંડના નવા અભિયાનનો ભાગ બનશે. સ્ટારડમ યશની સફળતાને મીડિયાએ સારી રીતે રજૂ કરી છે અને તેને સતત કર્ણાટકના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક ગણાવ્યા છે.
બેયર્દોના સહ-સંસ્થાપક આશુતોષ વલાનીએ કહ્યું ''પુરૂષોની ગ્રૂમિંગ સ્પેસમાં વધુ ઓળખ બનાવવામાં બેયર્ડો સૌથી આગળ છે. દક્ષિણ અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે અને યશ બ્રાંડની સંવેદનશીલતાને સંપૂર્ણ રીતે ફીટ કરે છે.
પોતાના ઉત્સાહને શેર કરતાં, યશે કહ્યું ''હું લાંબા સમયથી બેયર્ડો ઉત્પાદનોનો ઉપયોગ કરું છું અને આ મારી દૈનિક દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. હું બ્રાંડની સાથે જોડાઇ રહેવા અને બ્રાંડ એંબેસેડર બનવા માટે ખૂબ ઉત્સાહિત છું.
તમને જણાવી દઇએ કે 'કેજીએફ'ના સફળતા બાદ 'કેજીએફ: ચેપ્ટર 2' પાસેથી લોકોને ખૂબ આશાઓ છે. તાજેતરમાં જ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં યશે કહ્યું હતું કે ''પહેલા ભાગની અપેક્ષાએ બીજો ભાગ વધુ સારો અને મોટો હશે. 'કેજીએફ: ચેપ્ટર 2' નું રેગ્યુલર શૂટિંગ એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની વાત કરીએ તો આ પીરિયડ ડ્રામા 70ના દાયકાના કાર્યકાળ પર આધારિત છે અને બે ભાગમાં બનાવવામાં આવી છે. તેમાંથી પહેલો ભાગ 'કેજીએફ ચેપ્ટર 1' બોક્સ ઓફિસ પર ખૂબ સફળ સાબિત થયો હતો. તો બીજી તરફ બીજા ભાગને લઇને લોકોમાં આ ફિલ્મને લઇને આતુરતા છે.