Khichdi 2: ખિચડી 2 ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર, જાણો કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ
Khichdi 2 OTT Release: જમનાદાસ મજીઠિયા અને આતિશ કાપડિયાના હેડ્સ ઓફ પ્રોડક્શનમાં બનેલી ખિચડીનું પહેલું પ્રીમિયર વર્ષ 2002 માં સ્ટાર પ્લસ પર એક ટીવી સીરીયલ તરીકે કરવામાં આવ્યું હતું. આ સીરીયલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ખિચડી ફિલ્મ બનાવવામાં આવી હતી.
Khichdi 2 OTT Release: ખિચડી 2 ફિલ્મને લઈને એક મોટી અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. વર્ષ 2010માં ખિચડી 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યાર પછી વર્ષ 2023 માં ખિચડી 2 ફિલ્મ રિલીઝ થઈ. પરંતુ આ ફિલ્મ ખાસ કમાલ કરી શકે નહીં. તેવામાં હવે ફિલ્મ મેકર્સને આશા છે કે ઓટીટી પર રિલીઝ થઈને ખિચડી 2 ફિલ્મ દર્શકોને આકર્ષિત કરી શકશે. તેથી ફિલ્મને આગામી મહિનામાં ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: જુઓ ફિલ્મ શૈતાનનું ટીઝર, આર માધવનને જોઈ છૂટી જશે પરસેવો, શરીરમાં થવા લાગશે ધ્રુજારી
ખિચડી 2 ફિલ્મમાં સુપ્રિયા પાઠકની સાથે ખીચડી ફેમ રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જમનાદાસ મજીઠિયા, કીર્તિ કુલ્હારી, અનંત વિધાત શર્મા, રેયાંશ વીર, ફ્લોરા સૈની સહિતના કલાકાર જોવા મળ્યા હતા. આ સાથે જ આ ફિલ્મમાં ફરાહ ખાન અને પ્રતીક ગાંધીએ પણ કેમિયો કર્યો હતો.
જમનાદાસ મજીઠિયા અને આતિશ કાપડિયાના હેડ્સ ઓફ પ્રોડક્શનમાં બનેલી ખિચડીનું પહેલું પ્રીમિયર વર્ષ 2002 માં સ્ટાર પ્લસ પર એક ટીવી સીરીયલ તરીકે કરવામાં આવ્યું હતું. તે સમયે આ સીરીયલ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ સીરીયલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2010માં પહેલી ફિલ્મ ખિચડી બનાવવામાં આવી હતી. આ ફિલ્મને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેના વર્ષો પછી વર્ષ 2023 માં ખિચડી 2 ફિલ્મ રિલીઝ કરવામાં આવી. જે હવે ઓટીટી પર રિલીઝ માટે તૈયાર છે.
આ પણ વાંચો: Aishwarya Rai:એક ઘટનાના કારણે ઐશ્વર્યા રાયે મિનિટોમાં ગુમાવી વીર ઝારા સહિત 5 ફિલ્મો
ખિચડી 2 ફિલ્મ ઝી5 પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું પ્રીમિયર 9 ફેબ્રુઆરી થી થશે. ઝી5 તરફથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે પારેખ પરિવારના મોટા લોકો પાગલપન સાથે આવી રહ્યા છે.