નવી દિલ્હી : હાલમાં બોલિવૂડ સ્ટાર્સથી માંડીને ટીવી કલાકારો રજાઓ ગાળી રહ્યા છે. આ સ્ટાર્સમાં માલદિવ, મોરિશિયસ, ઇન્ડોનેશિયા અને બાલી ફેવરિટ છે. કપિલ શર્માના શોથી લોકપ્રિય થયેલો કોમેડિયન કિકુ શારદા હાલમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને પરત ફર્યો છે. જોકે બાલીનું આ વેકેશન કિકુને મોંઘીદાટ ચા અને કોફીને કારણે હંમેશા યાદ રહી જશે. 


કિકુએ પોતાની આ ટ્રીપનું એક બિલ સોશિયલ મીડિયામાં શેયર કર્યું છે. બિલ પ્રમાણે એક કપ ચા અને કોફીનું બિલ 78,650 ઇન્ડોનેશિયન રૂપિયા આવ્યું છે. જોકે કિકુને આ વાતથી કોઈ સમસ્યા નથી કારણે ભારતીય કરન્સીમાં ગણીએ તો આ બિલ માત્ર 400 રૂપિયા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...