`અનુપમા`માં નહીં જોવા મળે હવે કિંજલ? નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત
Anupama: અનુપમાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાંથી નિધિ શાહ બહાર થઈ શકે છે. આ તમામ સમાચારો વચ્ચે હવે નિધિ શાહે પણ એક તસવીર શરે કરી છે, જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે, એક્ટ્રેસ ખરેખરમાં શોને અલવિદા કરી રહી છે.
Anupama: ટીવીની ધમાકેદાર સીરિયલ અનુપમાએ લોકોના દિલ જીતવામાં કોઈ કરસ છોડી નથી. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અનુપમા સતત ટીઆરપી લિસ્ટમાં પણ સૌથી ટોપ પર છે. અનુપમામાં સતત જોવા મળી રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સે પણ લોકોને શો સાથે બાંધી રાખ્યા છે. ત્યારે તાજેતરમાં અનુપમાને લઇને સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાંથી નિધિ શાહ બહાર થઈ શકે છે. આ વચ્ચે અનુપમાની કિંજલ એટલે કે નિધિ શાહની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેને લોકોમાં ખલબલી મચાવી દીધી છે. આ તસવીરને લઇને માનવામાં આવી રહ્યું છે કે, નિધિ શાહે ફેન્સ સંકેત આપ્યા છે કે, તે ખરેખરમાં અનુપમાને અલવિદા કરી રહી છે.
હકીકતમાં નિધિ શાહે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. જેમાં તે અનુપમા શોની ટીમ સાથે જોવા મળી રહી છે. આ તસવીરની સાથે સાથે તેના કેપ્શન પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે. તસવીરમાં નિધિ શાહ, સાગર પારેખ, અધિક મહેતા, મુસ્કાન બામને, અલ્પના બુચ, મદાલસા શર્મા, સુધાંશુ પાંડે અને અરવિંદ વૈદ્ય સાથે જોવા મળી રહી છે. આ તસવીરને શેર કરતા નિધિ શાહે લખ્યું- નવી સફરની શરૂઆત કરતા પહેલા એક ખાસ તસવીર...
કિંજલની ડિલિવરી બાદ અનુપમામાં આવશે આ ટ્વિસ્ટ
અનુપમામાં જલદી દેખાડવામાં આવશે કિંજલ એક પુત્રીને જન્મ આપશે. જેના કારણે આખા પરિવારમાં ખુશીની લહેર છવાઈ જશે. જોકે, નિધિ શાહના છોડવાના સમાચાર વચ્ચે આ પણ અટકળો શરૂ થઈ ગઈ છે કે પુત્રીને જન્મ આપ્યા બાદ કિંજલનુ મોત થઈ જશે. તેની પુત્રીને બીજુ કોઈ નહીં પરંતુ અનુપમા જ સંભાળશે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે કંઈપણ કહેવામાં આવ્યું નથી.
[[{"fid":"400181","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પરદા પર માતા નથી બનવા ઇચ્છતી નિધિ શાહ
તેમને જણાવી દઈએ કે, નિધિ શાહે તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પરદા પર માતા બનવા ઇચ્છતી નથી. તેનું કહેવું છે કે, એક માતાના પાત્ર માટે તે હજુ ઘણી નાની છે અને આ કારણે તે પરદા પર માતા બનવાથી દૂર ભાગી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube