Kiran Rao On Ex Husband Aamir Khan: આમિર ખાન અને કિરણ રાવે વર્ષ 2005માં લગ્ન કર્યાં હતા, ત્યારબાદ વર્ષ 2011માં સરોગેસી દ્વારા બંનેને પુત્ર આઝાદ થયો હતો. બંનેએ લગ્નના 15 વર્ષ બાદ 2021માં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અલગ થયા બાદ બંને વચ્ચે સારી મિત્રતા છે, જેનો અંદાજો બંને સાથ જોવા મળે ત્યારે લગાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમિર ખાનની પુત્રી આયરા ખાન પણ લગ્નમાં કિરણના પુત્ર આઝાદની સાથે ખુબ મસ્તી કરતી જોવા મળી હતી. એટલું જ નહીં તેણે પોતાના એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પરિવાર આજે પણ એક સોસાયટીની આસપાસ રહે છે અને હંમેશા એકબીજાને મળવાનું થાય છે. આ દિવસોમાં આમિર અને કિરણ પોતાની અપકમિંગ ફિલ્મ લાપતા લેડીઝને લઈને ચર્ચામાં છે.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Kiran Rao (@raodyness)


આમિરની સાથે કોઈ મોટો ઝઘડો થયો નથી
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કિરણ રાવે ખુલાસો કર્યો કે તેનો પોતાના પૂર્વ પતિ આમિરની સાથે ક્યારેય મોટો ઝઘડો થયો નથી, પરંતુ તે વાતથી સહમત હતી કે લગ્નના પોતાના પડકાર હોય છે અને તેની વચ્ચે મતભેદ રહેતા હતા, પરંતુ તેને લઈને ક્યારેય મોટી લડાઈ થઈ નથી. પૂજા તલવારની સાથે એક ઈન્ટરવ્યૂમાં કિરણ રાવે આમિર ખાન અને છુટાછેડા બાદની જિંદગી વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, જેણે પણ લગ્ન કર્યાં છે, તે તમને જણાવશે કે લગ્નના પોતાના પડકાર હોય છે અને ડેફિનેટલી અમારા વચ્ચે ઘણા ઝઘડા થયા છે અને અમે તેનો નિકાલ લાવ્યો છે.


આજે પણ આમિર સાથે ઇમોશનલી કનેક્ટ છે કિરણ
કિરણે આગળ કહ્યું- પરંતુ આમિર અને મારી વચ્ચે ક્યારેય મોટી લડાઈ થઈ નથી. આ ખુબ વિચિત્ર છે. અમે અમારી અસહમતિ વ્યક્ત કરી, પરંતુ અમારી વચ્ચે ક્યારેય મોટા ઝઘડા થયા નથી. ઈન્ટરવ્યૂમાં કિરણે ખુલાસો કર્યો- તે છુટાછેડા બાદ પણ આમિર સાથે ઇમોશનલી કનેક્ટ છે. તેની સફળતા અને નિષ્ફળતાને અનુભવી શકે છે. કિરણે જણાવ્યું- હું તેની સિદ્ધિ કે તેની નિષ્ફળતાનો અનુભવ કરુ છું. મને નથી લાગતું કે તે મારા પર દબાવ નાખે છે. તેનો અર્થ છે કે હું ઇમોશનલી રીતે જોડાયેલી છું. તમે જાણો છો ને તેની સાથે એક સંબંધ છે મારો.