નવી દિલ્હી: બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સ્મિતા પાટિલના મોતને 32 વર્ષ થઇ ગયા છે. દેશના દિગ્ગજ આર્ટ કલાકારોમાં સ્મિતાનું નામ આજે પણ ગણવામાં આવે છે. તેમના સમયમાં સ્મિતાનું નામ શબાના આઝમીની ટક્કરમાં લેવામાં આવતું હતું. તેમના કરિયરમાં ફિલ્મ જગત પર કાયમી છાપ છોડનારી સ્મિતાની 14 ફિલ્મ તેમના નિધન પછી રિલીઝ કરવામાં આવી હતી. આજે એટલે 17 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાર્તાઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મિતા પાટિલનો જન્મ પુણેના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા શિવાજીરાવ પાટિલ મંત્રી અને સંસદ રહી ચુક્યા છે. કોંગ્રેસની તરફથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.


પુણેની ફિલ્મ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી સ્મિતા પાટિલ થિએટર કરવા લાગ્યા હતા. 1975માં આઇ શ્યામ બેનેગલની ફિલ્મ ‘ચરણદાસ’ ચોરથી તેમને બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું.


આમિર ખાનની સાથે કરિયરની શરૂઆત કરનારી સાન્યાને આ આશા ન હતી ‘દંગલ’થી


નિધન પછી થઇ આ ફિલ્મો રિલીઝ
10થી વધારે ફિલ્મો સ્મિતા પાટિલના નિધન બાદ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં ‘હમ ફરિશ્તે નહીં’, ‘વારિસ’, ‘આવામ’, ‘શેર શિવાજી’, ‘રાહી’, ‘ડાંસ-ડાંસ’, ‘આકર્ષણ’, ‘સૂત્રધાર’, ‘ઇંસાનિયત કે દુશ્મન’, ‘અહસાન’, ‘ઠીકાના’ અને ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મો શામેલ છે.


બોલીવુડના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...