નવી દિલ્હી: લોકડાઉનના લીધે ડીડીના ઘણા પોપુલર શોઝ દર્શકોને ફરી એકવાર મનોરંજન કરાવી રહ્યા છે. 'રામાયણ', 'મહાભારત' જેવા ધારાવાહિક બધા હોંશેહોંશે જુએ છે. તો બીજી તરફ આ શોના પાત્રો પણ હાલ ખૂબ ચર્ચામાં છે. એક્ટર સતીશ કૌલ તો તમને યાદ જ હશે. પંજાબી ફિલ્મોથી લઇને ટીવીની ઘણી સિરિયલોમાં તેમણે પોતાના શાનદાર અભિનયથી લોકોનું દિલ જીત્યું. સતીશ કૌલે 'મહાભારત'માં દેવરાજ ઇંદ્વની ભૂમિકા ભજવી હતી. આ એક્ટર એક જમાનામાં કરોડોમાં રમતા હતા, નિર્માતા નિર્દેશક આ એક્ટર સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરતા હતા, પરંતુ આજે આ એક્ટર ખરાબ જીંદગી જીવવા માટે મજબૂર બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે આજકાલ સતીશ કૌલ લુધિયાણાના વિવેકાનંદ વૃદ્ધાશ્રમમાં પોતાનું ઘડપણ વિતાવી રહ્યા છે. આ એક્ટરની સ્થિતિ આજે એટલી ખરાબ થઇ ગઇ છે કે તેમની પસે દવાઓ અને ખાવા પીવા માટે પણ પૈસા નથી. થોડા સમય પહેલાં સતીશ કૌલની તબિયત ખરાબ થતાં તેમને લુધિયાણાના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેમની પાસે સારવાર માટે પણ પૈસા ન હતા. 


સમાચાર છે કે સતીશ કૌલે લુધિયાણામાં પોતાની એક એક્ટિંગ સ્કુલ ખોલી હતી જેમાં તેમણે પોતાની બધી જમા પૂંજી લગાવી દીધી હતી, આ એક્ટિંગ સ્કુલ ચાલી નહી અને સતીશ કૌલના બધા પૈસા ડૂબી ગયા. ખરાબ સ્થિતિમાં સતીશના પત્ની અને બાળકો પણ તેમને છોડીને અમેરિકા શિફ્ટ થઇ ગયા અને સતીશ કૌલની હાલત વધુ ખરાબ થતી ગઇ. 


સતીશ કૌલ મહાભારત ઉપરાંત રામાનંદ સાગરના શો 'વિક્રમ બેતાલ'માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે ઘણી બોલીવુડ ફિલ્મ 'આન્ટી નંબર 1', 'કર્મા', પ્યાર કા મંદિર' જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળ્યા હતા. એક જમાનામાં સતીશ કૌલે પંજાબી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે પરંતુ આજે આ એક્ટર એક-એક પૈસાના મોહતાજ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર