Tiger 3 Ban: દુનિયાના તમામ ઇસ્લામિક દેશોમાં સલમાનના કરોડો ચાહકો છે. પરંતુ તેમ છતાં 3 દેશોમાં સલમાનની આગામી ફિલ્મ ટાઈગર 3 પર પ્રતિબંધ હોવાની વાત સામે આવી છે. આ પ્રતિબંધ પાછળનું કારણ પાકિસ્તાન છે. આ પહેલા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પર પણ આ ઈસ્લામિક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો. સલમાન પહેલા અક્ષય કુમારની ફિલ્મ પર કુવૈત, કતાર અને ઓમાનમાં પ્રતિબંધ હતો. જ્યારે હવે સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સલમાનની આ ફિલ્મ 12 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ


ટાઈગર 3 પર પ્રતિબંધ લગાવવા અંગે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના સીન તુર્કી, રશિયા અને ઓસ્ટ્રિયામાં શૂટ કરવામાં આવ્યા છે જેમાં હીરો સલમાન ખાન વૈશ્વિક આતંકવાદી સંગઠન સામે લડતો જોવા મળશે. કેટલાક ઇસ્લામિક દેશો અને ત્યાંના લોકોના નકારાત્મક વલણને દેખાડવાના કારણે ટાઈગર 3 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  ફિલ્મમાં પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ટાઈગરની લડાઈ દેખાડવામાં આવી છે જે કેટલાક દેશોની નારાજગીનું કારણ છે.


આ પણ વાંચો: Anushka Sharma Second Pregnancy: પ્રેગ્નેન્ટ છે અનુષ્કા શર્મા, બેબીબંપનો Video વાયરલ


જો કે આ પ્રતિબંધથી ફિલ્મના ઓવરસીઝ કલેક્શનને અસર થવાની સંભાવના છે. આ દેશોના વિરોધને લઈને ફિલ્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ નિર્માતા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


આ પણ વાંચો: Pankaj Tripathi: કડક સિંહ બની પંકજ ત્રિપાઠી કરશે આ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી