Tiger 3: સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ

Tiger 3: સલમાન ખાનના ચાહકો આ ફિલ્મ રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે આ વખતે ટાઈગર પર દેશદ્રોહી હોવાનો આરોપ લાગશે અને તેના વિરુદ્ધ એક ષડયંત્ર રચાશે. જેમાં તે નિર્દોષ છે તે સાબિત કરવા એક મિશન પર જશે. આ સ્ટોરી વચ્ચે ટાઈગર થઈને લઈને કેટલાક રસપ્રદ તથ્યો પણ સામે આવ્યા છે જે ફિલ્મ ચાહકોનો ઉત્સાહ વધારી શકે છે.

Tiger 3: સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ

Tiger 3: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અનુમાન છે કે દિવાળી પર રિલીઝ થતી આ ફિલ્મ ના એડવાન્સ બુકિંગ માં એક લાખથી વધુ ટિકિટ વેચાશે. સલમાન ખાનના ચાહકો આ ફિલ્મ રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે આ વખતે ટાઈગર પર દેશદ્રોહી હોવાનો આરોપ લાગશે અને તેના વિરુદ્ધ એક ષડયંત્ર રચાશે. જેમાં તે નિર્દોષ છે તે સાબિત કરવા એક મિશન પર જશે. આ સ્ટોરી વચ્ચે ટાઈગર થઈને લઈને કેટલાક રસપ્રદ તથ્યો પણ સામે આવ્યા છે જે ફિલ્મ ચાહકોનો ઉત્સાહ વધારી શકે છે.

હોલીવુડ એક્શન ડાયરેક્ટર

ટાઈગર 3 સ્પાઈ યુનિવર્સ ની સૌથી મોટી એક્શન ફિલ્મ હોવાનું કહેવાય રહ્યું છે. તેમાં 12 મોટા એક્શન સીન છે. જેના માટે ફિલ્મ નિર્માતા એ પ્રસિદ્ધ હોલીવુડ એક્શન નિર્દેશક માર્કની મદદ લીધી છે. આ એક્શન ડિરેક્ટર એવેન્જર્સ જેવી ફિલ્મોમાં સ્ટંટ દ્રશ્યોનું નિર્દેશન કર્યું છે. તેણે જ કેટરીના કેફના ટાવેલ ફાઈટ સીનનું નિર્દેશન કર્યું છે જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

પઠાનનો કેમિયો

ટાઈગર 3 માં ફરી એકવાર શાહરુખ ખાન પઠાણની ભૂમિકામાં જોવા મળશે. ટાઈગર 3 માં એક જેલ બ્રેકનો એક્શન સીન હશે જેમાં પઠાણ બનેલો શાહરુખ ખાન ટાઈગર એટલે કે સલમાન ખાનને કેદમાંથી આઝાદ થવામાં મદદ કરશે. 

રિતિક રોશન સહિતના સ્ટાર્સની એન્ટ્રી

ફિલ્મને લઈને ચર્ચા એ પણ સામે આવી છે કે ટાઈગરમાં ઋત્વિક રોશન પણ કબીર તરીકે જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રણવીર શૌરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. ચર્ચાઓ એવી પણ છે કે ટાઈગર 3 માં પઠાણની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

સૌથી મોંઘી ફિલ્મ

ટાઈગર 3 નું બજેટ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. પ્રોડ્યુસર યશરાજ ફિલ્મ્સની આ સૌથી મોંઘી ફિલ્મ છે. આ પહેલા પઠાણ ફિલ્મ આવી હતી જેનું બજેટ 225 કરોડ હતું.

પટકથા

ટાઈગર 3 ની પટકથા ફિલ્મ અંધાધુનના નિર્દેશન શ્રીરામ રાઘવનના ભાઈ શ્રીધર રાઘવને લખી છે. તેણે આ ફિલ્મ પહેલા પઠાણ, વોર જેવી ફિલ્મો અને ક્રિમિનલ જસ્ટીસ, નાઈટ મેનેજર જેવી વેબ સીરીઝ લખી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news