જાણો કોણ છે સૈયદ અબ્દુલ રહીમ ? જેના જીવન પર આધારિત ફિલ્મ છે મેદાન
Film Maidaan Real Story: ફિલ્મ `મેદાન`માં 1952-1962 વચ્ચેનો સમય બતાવવામાં આવ્યો છે. ભારતીય ફૂટબોલ માટે આ સુવર્ણ યુગ હતો. ફિલ્મમાં અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમના રોલમાં જોવા મળશે. તો ચાલો આજે તમને જણાવીએ સૈયદ અબ્દુલ રહીમ કોણ હતા?
Film Maidaan Real Story: અજય દેવગનની ફિલ્મ 'ભોલા' રિલીઝ થઈ ગઈ છે અને તેની સાથે જ તેની બીજી ફિલ્મની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 'ભોલા' ફિલ્મની સાથે અજયે સિનેમાઘરોમાં ફિલ્મ 'મેદાન'નું ટીઝર પણ રિલીઝ કર્યું હતું. આ એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા તે સમયની ભારતીય ફૂટબોલ ટીમ અને તેના કોચ સૈયદ અબ્દુલ રહીમ વિશે છે. સૈયદ અબ્દુલ રહીમ ભારતના એ અજાણ્યા હીરોમાંથી એક છે જેનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ફિલ્મ 'મેદાન'માં 1952-1962 વચ્ચેનો સમય બતાવવામાં આવ્યો છે. ભારતીય ફૂટબોલ માટે આ સુવર્ણ યુગ હતો. ફિલ્મના ટીઝરમાં ખેલાડીઓને ચાલુ વરસાદમાં ફૂટબોલના મેદાનમાં ખુલ્લા પગે રમતા જોઈ શકાય છે. જેમાં અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમના રોલમાં જોવા મળશે. તો ચાલો આજે તમને જણાવીએ અજય દેવગન જેનો રોલ કરી રહ્યો છે તે સૈયદ અબ્દુલ રહીમ કોણ હતા?
આ પણ વાંચો:
ભોલા ફિલ્મ જોનાર દર્શકોને અભિષેક બચ્ચને આપી સરપ્રાઈઝ, પાર્ટ 2માં અભિષેક બનશે વિલન
અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ
ભારતી, ચંદન અને ક્રિષ્નાએ શા માટે છોડ્યો છો ? કપિલ શર્માએ પહેલી વખત કર્યો ખુલાસો
રહીમ સાબના નામથી પ્રખ્યાત સૈયદ અબ્દુલ રહીમ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, કોચ અને ભારતીય રાષ્ટ્રીય ટીમના મેનેજર હતા. તેમનો જન્મ 17 ઓગસ્ટ 1909ના રોજ હૈદરાબાદમાં થયો હતો. રહીમ સાબ ફૂટબોલ ખેલાડી બનતા પહેલા શાળાના શિક્ષક હતા. બાદમાં તેમણે શારીરિક શિક્ષણનો અભ્યાસ કર્યો અને શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ સંભાળવા લાગ્યા.
વર્ષ 1950માં રહીમ સાબ ભારતીય ફૂટબોલ ટીમના કોચ બન્યા. તેના કોચિંગના કારણે ટીમને ઘણી સફળતા મળી. તેમને 'આધુનિક ભારતીય ફૂટબોલના આર્કિટેક્ટ' કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે રહીમ સાબ કોચ હતા ત્યારે ભારતમાં ફૂટબોલનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો. તેમના માર્ગદર્શનમાં ભારતે 1952 અને 1962માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમના નેતૃત્વમાં ભારતીય ફૂટબોલ ટીમને સમર ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં રમવાની તક પણ મળી હતી. આ સમર ઓલિમ્પિક્સ વર્ષ 1956માં મેલબોર્નમાં યોજાઈ હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પ્રથમ એશિયાઈ દેશ બન્યો હતો.
1962માં જ્યારે જકાર્તામાં એશિયન ગેમ્સ રમાઈ રહી હતી ત્યારે કોચ સૈયદ અબ્દુલ રહીમ કેન્સર સામે પણ જંગ લડી રહ્યા હતા. ભારતીય ટીમની ફાઈનલ મેચ દક્ષિણ કોરિયાની ટીમ સાથે થવાની હતી. આ ટીમ ખૂબ જ મજબૂત હતી અને ભારતીય ટીમના બે ખેલાડીઓ ઘાયલ થયા હતા અને ગોલકીપર બીમાર હતો. પરંતુ રહીમ સાબ માટે ત્રણેય ખેલાડીઓ ફાઈનલ રમવા મેદાનમાં ઉતર્યા. ભારતે આ મેચ 2-1થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 1963માં સૈયદ અબ્દુલ રહીમે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા 60 વર્ષમાં આજ સુધી કોઈ રહીમ સાબના રેકોર્ડને તોડી શક્યું નથી.