નવી દિલ્હી: મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો ઓછે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો અને તેની આ સ્ટ્રગલ કેવી હતી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જિનિયરિંગ છોડી ફિલ્મોમાં આવ્યો
સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગા પંજાબમાં થયો હતો અને તે એક બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. જો કે તેની માતા પ્રોફેસર હતી અને તે ઈચ્છતી હતી કે સોનુ એન્જિનિયર બને. સોનીએ તેમની આ ઈચ્છા પૂરી પણ કરી અને આ માટે તે નાગપુરના યશવંતરાવ ચૌહાણ અભિયાંત્રિકી મહાવિદ્યાલયથી ઈલેસ્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી લઈને બહાર નીકળ્યો. પરંતુ આ દરમિયાન તેને મોડલિંગનો ચસ્કો લાગ્યો અને તે માતા પાસે એક વર્ષનો સમય માગીને મોડલિંગ અને ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો. 


તામિલ ફિલ્મોથી કરી શરૂઆત
હિન્દુ, તેલુગુ, કન્નડ, અને તામિલ ફિલ્મોની સાથે સાથે સોનુ સૂદે અનેક નામચીન કંપનીઓની એડમાં પણ કામ કર્યુ છે. તેણે પોતાની પહેલી ફિલ્મ 1999માં તામિલ ફિલ્મ કાલજઘરમાં પાદરીની ભૂમિકા કરી હતી. ત્યારબાદ તમિલ ફિલ્મ મજનૂ (2001)થી તેની સાઉથમાં ઓળખ બની ગઈ. આ બાજુ સોનુએ હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયની શરૂઆત શહીદ એ આઝમ ભગતસિંહના રોલથી કરી. ત્યારબાદ તેણે મણિરત્મની યુવા (2004) અને આશિક બનાયા આપને (2005) કરી. ત્યારબાદ સોનુએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકા જ મળી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube