Koffee With Karan 8: કોફી વિથ કરન શોની આઠમી સિઝન તેના પહેલા એપિસોડથી જ ખૂબ જ મજેદાર રહી છે. આ વખતે આ શોમાં આવનાર દરેક સેલિબ્રિટી પોતાના જીવનને લઈને નવા નવા ખુલાસા કરે છે. ત્યારે હવે વર્ષ 2024 ના પહેલા એપિસોડમાં કરન જોહરના આ ચેટ શોમાં જાનવી કપૂર અને ખુશી કપૂર કાઉચ પર જોવા મળશે. આ એપિસોડનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જાનવી કપૂર પોતાની લવલાઈફ વિશે ખુલાસા કરતી જોવા મળે છે સાથે જ ખુશી કપૂરને પણ કરણ જોહર જાનવી કપૂરના બોયફ્રેન્ડના નામ વિશે પૂછતો જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:મલાઈકા પણ લગ્ન માટે તૈયાર, શોમાં પોતે કહ્યું 2024 માં સો ટકા કરશે લગ્ન, જુઓ Video


નવા વર્ષના પહેલા જ દિવસે કોફી વિથ કરનની આઠમી સિઝનના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. કોફી વિથ કરન શોમાં જાનવી કપૂર અને ખુશી કપૂર ગેસ્ટ બનીને આવશે. શોમાં જાનવી કપૂરે લાલ રંગનું ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ દેખાય છે. તેની સાથે તેની નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળશે.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Karan Johar (@karanjohar)


શોમાં એક ગેમ દરમિયાન કરન જોહર જાનવી કપૂરને પૂછે છે કે તેના ફોનમાં સ્પીડ ડાયલ પર કોના નંબર છે. ત્યારે જાનવી કપૂર ઉતાવળમાં બોલી જાય છે કે બોની કપૂર, તેની બહેન ખુશી કપૂર જેને તે પ્યારથી ખુશી બોલાવે છે અને ત્રીજું નામ શીખું એટલે કે શિખર પહાડિયાનું છે. જણાવી દઈએ કે બોલીવુડમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે જાનવી કપૂર શિખરને ડેટ કરી રહી છે. ગેમ દરમ્યાન શીખુ બોલીને જાનવી એકદમથી અટકી જાય છે અને અનુભવ કરે છે કે તેણે ખોટું નામ બોલી દીધું. ત્યાર પછી કરન જોહર અને ખુશી કપૂર હસવા લાગે છે.


આ પણ વાંચો: Web Series: ભારતની સૌથી મોંઘી વેબ સિરીઝ, જેના બજેટમાં બની જાય ત્રણ બોલીવુડ ફિલ્મો


જાનવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાની સાથે જ જોવા મળે છે. વર્ષ 2023 માં ઘણા ધાર્મિક સ્થળો પર પણ બંને સાથે જોવા મળ્યા હતા ત્યારથી ચર્ચાઓ છે કે શિખર પહાડિયાને જાનવી કપૂર ડેટ કરી રહી છે. આ ગેમમાં જ કરન જોહર ખુશી કપૂરને પણ પૂછે છે કે અત્યાર સુધીમાં જાનવી કપૂરે  કેટલા યુવકોને ડેટ કર્યા છે. જેમાં જાનવી કપૂર ખુશી કપૂરને નામ લેતા અટકાવે છે. શોનો આ મજેદાર પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.