આ તારીખથી શરૂ થશે `Koffee with Karan`ની 7મી સિઝન, ઈન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત
કોફિ વિથ કરનનો પહેલો એપિસોડ 7 નવેમ્બર 2004ના રોજ ઓન એર થયો હતો. જેની નવી સિઝન હવે આગામી દિવસોમાં શરૂ થશે.
બોલીવૂડનો ફેવરિટ હોસ્ટ કરન જોહર તૈયાર છે ફેમસ ટૉક શો કોફિ વિથ કરનની નવી સિઝન સાથે. કરન જોહરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સાતમી સિઝન ક્યારથી શરૂ થશે તેની જાહેરાત કરી દિધી છે. આ વીડિયો મોન્ટાજ છે નવી સિઝનનો જેમાં તમે વિવિધ અલગ-અલગ સ્ટાર્સ જોવા મળશે. જેમાં, શાહરૂખ ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરિના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા જોનાસ, શાહિદ કપૂર, સલમાન ખાન, ફરાહ ખાન, સારા અલી ખાન, વિક્કી કૌશલ, રિષી કપૂર, દિપીકા પડ્ડોકોણ સહિતના કલાકારો જોવા મળશે.
'Guess who's back? And this time with some hot piping brew!' કરને પોતાના કેપ્શનમાં લખ્યું હતું. કોફિ વિથ કરન આગામી જુલાઈની 7મી તારીખથી હોટસ્ટાર પર રિલિઝ થશે. કોફિ વિથ કરનનો પહેલો એપિસોડ 24 નવેમ્બર 2004ના રોજ થયો હતો અને ત્યારથી આ ટૉક શો ચાલતો આવી રહ્યો છે. આ શોમાં સેલેબ્રિટીસ્ ઘણી વખત પોતાના ડારકેસ્ટ સિક્રેટ પણ શેર કર્યા છે. અને કરનની વાત કરવાની સ્ટાઈલના કારણે પણ લોકો આ ટૉક શોને પસંદ કરતા આવ્યા છે. સૂત્રોનું માન્યે તો આ વખતેની સિઝનમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, અક્ષય કુમાર, વરુણ ધવન, કિયારા આડવાણી, અનિલ કપૂર, નિત્તુ સિંહ, સિદ્ધાર્થ મલહોત્રા, રશમિકા મંડન્ના, કેટરિના કેફ, સિદ્ધાંત ચતુર્વેદી, સમનથા રૂથ પ્રભુ અને બીજ કેટલા કલાકારો આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube