Krishna Mukherjee: ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી યે હે મોહબતે ટીવી સિરિયલથી ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ હતી. આ સીરીયલ પછી અભિનેત્રી શુભ સગુન નામના ટીવી શોમાં જોવા મળી. હવે આ શોના પ્રોડ્યુસર પર જ કૃષ્ણા મુખર્જીએ ગંભીર આરોપ લગાવ્યા છે. ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કૃષ્ણાએ તેની સાથે થયેલી ઉત્પીડનની ઘટના અંગે જણાવ્યું છે. કૃષ્ણા મુખર્જીએ આ પોસ્ટમાં જણાવ્યું છે કે તેણે કઈ કઈ સમસ્યાનો સામનો કર્યો. કૃષ્ણા મુખર્જીની આ પોસ્ટ પર અનેક કલાકારો કમેન્ટ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણા મુખર્જીની પોસ્ટ 


આ પણ વાંચો: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ


કૃષ્ણા મુખર્જીએ પોસ્ટ શેર કરીને વિગતવાર બધું જણાવ્યું છે. એક્ટ્રેસ લખ્યું છે કે, આ વાત કહેવાની તેનામાં હિંમત ન હતી પરંતુ આ વખતે તે કહી દેશે. આગળ તેણે લખ્યું કે તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા દોઢ વર્ષથી સમય તેના માટે મુશ્કેલ છે. તે એકલી હોય ત્યારે ખૂબ જ રડે છે. આ બધાની શરૂઆત ક્યારે થઈ જ્યારે તેને દંગલ ટીવીના શો શુભ શગુનમાં કામ કરવાનું શરૂ કર્યું. આ નિર્ણય તેની જિંદગીનો સૌથી ખરાબ નિર્ણય હતો તેવું પણ તેણે જણાવ્યું. તેણે આગળ લખ્યું કે આ શો તે કરવા માંગતી ન હતી પરંતુ કેટલાક લોકોની વાતો સાંભળીને તેને કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો 



આ પણ વાંચો: આમિર ખાન સાથે કપિલે કરી ખૂબ મસ્તી, ત્રીજા લગ્ન અંગે આપ્યું આવું રિએકશન, જુઓ Video


ત્યાર પછી તેણે લખ્યું કે પ્રોડક્શન હાઉસમાં અને પ્રોડ્યુસર દ્વારા તેને ખૂબ પરેશાન કરવામાં આવી. તે બીમાર હતી અને તેને પૈસા આપવામાં આવ્યા નહીં તો તેણે શૂટિંગ ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ એક દિવસ જ્યારે તે મેકઅપ રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે મેકઅપ રૂમના દરવાજા બંધ કરી તેને કેદ કરી દેવામાં આવી. એક્ટ્રેસ એ દરવાજો તોડીને બહાર આવવું પડ્યું. 


આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાએ ખોલી પોલ, કહ્યું સ્ટાર્સના ડિઝાઈનર કપડા ક્યાંથી અને કેવી રીતે આવે ?


કૃષ્ણા મુખર્જીએ આગળ એમ પણ જણાવ્યું કે તેને હજુ સુધી પાંચ મહિનાનું પેમેન્ટ મળ્યું નથી. તે ઘણી વખત પ્રોડ્યુસરની ઓફિસ જઈ ચૂકી છે. આ બધી ઘટનાઓના કારણે અભિનેત્રી ડિપ્રેશન અનુભવે છે. કૃષ્ણા મુખર્જીની આ પોસ્ટ પર શ્રદ્ધા આર્યા, અદિતિ ભાટીયા, પવિત્રા પુનિયા જેવી અભિનેત્રીઓએ કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી તેને સપોર્ટ કર્યો છે.