Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાએ ખોલી પોલ, જણાવ્યું કે સ્ટાર્સના મોંઘા ડિઝાઈનર કપડા ક્યાંથી અને કેવી રીતે આવે?

Actors Expensive Clothes: આયુષ્માન ખુરાનાએ એક મુલાકાત દરમિયાન બોલીવુડ સ્ટાર્સની ફેશન અંગેની પોલ ખોલી દીધી છે. તેણે જણાવ્યું કે ખરેખર બોલીવુડ કલાકારોને ડિઝાઈનર કપડા ક્યાંથી મળે છે અને પછી તે કપડાનું શું થાય છે ?

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાએ ખોલી પોલ, જણાવ્યું કે સ્ટાર્સના મોંઘા ડિઝાઈનર કપડા ક્યાંથી અને કેવી રીતે આવે?

Actors Expensive Clothes: જ્યારે પણ કોઈ બોલીવુડ સ્ટારને જાહેરમાં કે કોઈ કાર્યક્રમમાં જોવામાં આવે તો તે મોંઘા મોંઘા ડિઝાઈનર કપડામાં જ સજ્જ હોય છે. તેવામાં સામાન્ય લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન રહે છે કે શું ખરેખર બોલીવુડના કલાકારો રોજ હજારો-લાખોના કપડા જ પહેરતા હશે ? આવા કપડા તે ખરીદતા હશે તો ક્યાં મળે છે આવા કપડા... આ પ્રશ્નો અંગે બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં ખુલાસો કરી દીધો છે. 

આયુષ્માન ખુરાનાએ એક મુલાકાત દરમિયાન બોલીવુડ સ્ટાર્સની ફેશન અંગેની પોલ ખોલી દીધી છે. તેણે જણાવ્યું કે ખરેખર બોલીવુડ કલાકારોને ડિઝાઈનર કપડા ક્યાંથી મળે છે અને પછી તે કપડાનું શું થાય છે ?

આયુષ્માન ખુરાનાએ તાજેતરના એક ઈંટરવ્યુમાં આ અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે બોલીવુડના કલાકારો મોંઘા કપડા ખરીદતા નથી. તે કપડા બીજા પાસેથી માંગે છે અને પહેરે છે. પહેર્યા પછી તેને પાછા આપી દેવાના હોય છે. આયુષ્માને એ વાતનો ખુલાસો પણ કર્યો કે આટલા કપડા બોલીવુડ કલાકારોને કોણ આપે છે..? આયુષ્માન ખુરાનાએ જણાવ્યું કે બોલીવુડ સ્ટાર્સ સ્ટાઈલિસ્ટને હાયર કરે છે. તે જ કપડા અને સ્ટાઈલ નક્કી કરે છે.

આયુષ્માન ખુરાનાએ આગળ કહ્યું હતું કે તેના કરિયરની શરુઆતમાં તેનું સ્ટાઈલિંગ તેનો ભાઈ અપારશક્તિ ખુરાના કરતો હતો. કારણ કે આયુષ્માનને ફેશનમાં વધારે રસ ન હતો. સ્ટાઈલિંગ કરવા માટે અપારશક્તિને આયુષ્માન પોકેટમની આપતો. પણ હવે અપારશક્તિ પણ બીઝી થઈ ગયો છે કારણ કે તે પોતે સ્ટાર બની ગયો છે. આ ઉપરાંત આયુષ્માને જણાવ્યું હતું કે હાલ તેને દિલજીત દોસાંજની સ્ટાઈલ ગમે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news