નવી દિલ્હીઃ 2001માં રિલીઝ થયેલી આર માધવન અને દીયા મિર્ઝાની ફિલ્મ રેહના હૈ તેરે દિલ મે બોલીવુડની કલ્ટ રોમાન્સમાં ગણાઈ છે. આ ફિલ્મે લોકોને એટલી પસંદ આવી કે લોકોના દિલમાં આ ફિલ્મના કેરેક્ટર્સ, ફિલ્મની સ્ટોરી, એક્ટર્સ અને ગીતો આજે પણ જગ્યા બનાવી છે. ચર્ચા હતી કે આ ફિલ્મની સિક્વલ આવશે. અને સૂત્રોનું માન્યે તો કૃતિ સેનન અને વિક્કી કૌશલ આ સિક્વલમાં જોડે રોમાન્સ કરતાં જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બોલીવુડ ચેનલ સાથેના રિપોર્ટ અનુસાર વિક્કી અને કૃતિ સાથે આ ફિલ્મ મામલે ચર્ચા ચાલી રહી છે. લીડ રોલ માટે કૃતિ સેનને તૈયારી બતાવી છે. ત્યારે, વિક્કી કૌશલને પણ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રોડ્યુસરને નવા ચહેરાની ખોજ હતી અને પછી કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કૃતિનું અને વિક્કીનું નામ પ્રપોઝ કર્યું હતું. બંન્ને એક્ટર્સે ફિલ્મ કરવાની તૈયારી બતાવી છે અને હાલ ફાઈનાન્સ અને ડેટ્સને લઈને કામ ચાલી રહ્યું છે. ફિલ્મ પર 2022ના અંત સુધીમાં કામ શરૂ કરાશે. હાલ પેપરવર્કનું કામ હજૂ બાકી છે.


આ પણ વાંચોઃ જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ  


MOM ફિલ્મના ડાયરેક્ટર આપશે ડાયરેક્શન
MOM ફિલ્મના ડાયરેક્ટર રવિ ઉદયકર સાથે આ ફિલ્મ માટે વાત ચાલી રહી છે. રવિ અત્યારે સિદ્ધાંત ચતુર્વેદી અને રશ્મિકા મંધાના સ્ટારર યધરામાં બિઝી છે. યુધરા ફિલ્મનું શૂટિંગ પતયા બાદ તેઓ રેહના હૈ તેરે દિલ મેનું શૂટિંગ શરૂ કરશે તેવી ચર્ચા પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube