જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 2016નો છે જ્યારે સુશાંત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તે પાર્ટીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પણ સુશાંત સાથે હાજરી આપી હતી અને બન્નેએ ડાન્સ કર્યો હતો. 

જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ

નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant singh rajput) દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ તેના જૂના વીડિયો તેની યાદો તાજી કરી દે છે. હવે દેશમાં જ્યારે હોળીનો તહેવાર છે, ત્યારે ફરી સુશાંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હોળીનો જ છે અને સુશાંતનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. 

સુશાંતનો દિલદાર ડાન્સ વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 2016નો છે જ્યારે સુશાંત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તે પાર્ટીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પણ સુશાંત સાથે હાજરી આપી હતી અને બન્નેએ ડાન્સ કર્યો હતો. વીડિયોમાં સુશાંતનો ડાન્સ જોવા જેવો છે. તેનું હાસ્ય, તેની એનર્જી ફેન્સને ભાવુક કરી રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by blogger (@blogger_1984)

ફેન્સની સુશાંતને શ્રદ્ધાંજલિ
આવુ પ્રથમવાર નથી જ્યારે સુશાંતનો કોઈ વીડિયો આ અંદાજમાં ટ્રેન્ડ થયો હોય. આ પહેલા પણ તેના અનેક વીડિયો વાયરલ થયા છે. ક્યારેક તે કોઈની મદદ કરી રહ્યો છે તે ક્યારેક શિવભક્તિમાં જોવા મળ્યો છે. તેનો દરેક વીડિયો ફેન્સને શ્રદ્ધાંજલિ આપવાની નવી તક આપે છે અને અભિનેતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગે છે. હજુ પણ અભિનેતાની યાદમાં અલગ-અલગ હેશટેગ વાયરલ કરાવવામાં આવે છે. 

સુશાંતની ફિલ્મને મળ્યે એવોર્ડ
સુશાંતને શ્રદ્ધાંજલિ માત્ર ફેન્સ દ્વારા મળી રહી નથી. હવે તો ઘણા એવોર્ડ શોમાં પણ અભિનેતાની ફિલ્મોની ધૂમ જોવા મળી રહી છે. હાલમાં સુશાંતની ફિલ્મ છિછોરેને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેની ફિલ્મ દિલ બેચારાને પણ ફિલ્મ ફેયર એવોર્ડ મળી ગયો છે. મહત્વનું છે કે અભિનેતાએ 14 જૂન 2020ના આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news