મુંબઇ : બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં મોતના કારણે દરેક વ્યક્તિ પરેશાન છે. સુશાંતે ગત્ત રવિવારે મુંબઇના બાંદ્રા ખાતે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સુશાંતના નિધનનાં બે દિવસ બાદ કથિત રીતે એક્સ ગર્લફ્રેંડ કૃતિ સેનને સોશિયલ મીડિયા પર ખુબ જ ઇમોશનલ પોસ્ટ લખીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર

કૃતિએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, SUSH... મને ખબર છે કે તારુ ચતુર મગજ એક તરફ તારુ મિત્ર હતું તો બીજી તરફ સૌથી મોટુ દુશ્મન પણ હતું. જો કે આ એ વાતે મને તોડી નાખી છે કે, તને જીવવા કરતા મોત વધારે સરળ લાગ્યું. કાશ તારી સાથે લોકો હોત જે તને તે સમયથી બચાવી શક્યું હોત, કાશ તુ તારા ચાહકોથી પોતાની જાતને અલગ ન કરી હોત, કાશ તારી અંદર તુટેલા ઇમોશનને હું જોડી શકી હોત, પરંતુ હું તેમાનું કાંઇ જ કરી શકી નહી. 


ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ

કૃતીએ કહ્યું કે, હું તારા માટે ઘણું કરવાની ઇચ્છા ધરાવું છું. મારા હૃદયનો એક હિસ્સો તારી સાથે જ જતો રહ્યો અને એક હિસ્સો હંમેશા મારી પાસે જીવતો રહેશે. હું તમારી ખુશી માટે હંમેશાથી પ્રાર્થના કરતી હતી અને આગળ પણ કરતી રહીશ. સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કારમાં કૃતી સેનન પણ જોડાઇ હતી. તે ઉપરાંત રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપુર, વરૂણ શર્મા, મુકેશ શેટ્ટી અને ક્રિસ્ટલ ડિસુજા સહિત અનેક સ્ટાર્સ જોડાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube