ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ગત્ત રાત્રે ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થઇ ગયું. ઘર્ષણ બાદ ચીન વિક્ટિમ કાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે ખોટાની મદદ લેતા કહ્યું કે, ભારતીય સૈનિકોએ ચીનનાં સૈનિકો પર હૂમલો કર્યો. ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય પક્ષનો વિરોધ વ્યક્ત કર્યો છે. 
ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હી : લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ગત્ત રાત્રે ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થઇ ગયું. ઘર્ષણ બાદ ચીન વિક્ટિમ કાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે ખોટાની મદદ લેતા કહ્યું કે, ભારતીય સૈનિકોએ ચીનનાં સૈનિકો પર હૂમલો કર્યો. ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય પક્ષનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયમે કહ્યું કે, ગત્ત ઘણા દિવસોથી ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદના કારણે અનેક ક્ષેત્રોમાં ટક્કર ઘટાડવા માટે બંન્ને દેશોનાં રાજદ્વારીઓ અને સૈન્ય અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 6 જૂને બે દેશોના સીમાવર્તી ક્ષેત્રોમાં સ્થિતી પર એક મહત્વપુર્ણ સંમતી સાધવા માટે કમાન્ડર સ્તરીય  સૈન્ય બેઠક કરી હતી. જો કે તે ચોંકાવનારો છે કે 15 જૂને ભારતીય સૈનિકએ બંન્ને પક્ષોની સંમતી નુ ઉલ્લંઘન કર્યું. તેમણે બે વખત બિનકાયદેસર રીતે સીમા પાર કરી અને ચીની કર્મચારીઓ પર હૂમલો કર્યો. જેના પરિણામ સ્વરૂપે બંન્ને પક્ષોનાં સૈનિકો વચ્ચે ગંભીર શારીરિક ઘર્ષણ થયું. 

વિદેશમંત્રીએ આગળ કહ્યું કે, ચીને ભારતીય પક્ષની સાથે ગંભીર અભિયોગ દાખલ કર્યો છે અને સૈનિકોનાં સીમા પાર કરવાનું આ એક પક્ષીય કાર્યવાહી કરવા પર કડકાઇથી પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે, આ બોર્ડરની સ્થિતીને જટિલ બનાવી શકે છે. ચીન અને ભારતીય  પક્ષે સીમાની સ્થિતી સામાન્ય બનાવવા માટે વાતચીતના માધ્યમથી દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવવા અંગે સંમતી વ્યક્ત કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના એક અધિકારી સહિત બે જવાનો ઘાયલ થઇ ચુક્યા છે. ઘર્ષણમાં ચીની સૈનિકોનાં પણ મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news