Lata Mangeshkar: બોલીવુડ જ નહીં પરંતુ દેશની આન, બાન અને શાન ગણાતા લતા મંગશકર આજે આ દુનિયામાં નથી પરંતુ તેમની યાદો અને તેમના ગીતો આજે પણ લોકોના હ્રદયમાં જીવિત  છે. તેમનું મૃત્યુ 6 ફેબ્રુઆરી 2022ના રોજ થયું હતું. તેમના મૃત્યુથી બોલીવુડને મોટું નુકસાન થયું છે. લતા મંગેશકર સ્વર કોકિલા તરીકે પણ ઓળખાય છે. તેમનો અવાજ તેમની ઓળખ હતી. દરેક સિંગર તેમના જેવો અવાજ કાઢવાની કોશશ કરે છે પરંતુ કોઈ પણ સિંગર હજું આજે પણ એ મુકામ સુધી પહોંચી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણે આપ્યું હતું ઝેર
એકવાર એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે કહ્યું હતું કે મારો અવાજ જ મારી ઓળખ છે...અને તે કેટલી સાચી છે? લતા મંગેશકરના ગીતો આપણા હ્રદયમાં આજે પણ જીવિત છે. તેમાં કોઈ શક નથી કે તેમની ખોટ ક્યારે પૂરાશે. તેમના નિધન બાદ તેમના જીવનના અનેક પહેલું સામે આવ્યાં અને તેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેમના ઘરમાં જ કોઈ તેમને ધીરે ધીરે ઝેર આપીને મારવાની કોશિશ કરી રહ્યું હતું. આ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 


બોલ્ડનેસમાં ભલભલાને પછાડે છે ગુજરાતની આ છોકરી, તસવીરો જોઈ ફેન્સ થયા પાણી પાણી


આ 5 બોલીવુડ સેલીબ્રીટી ગુમાવી ચુકી છે તેમનું પહેલું બાળક, એક તો સરી પડી હતી ડિપ્રેશન


નિકાહના 3 મહિનામાં Good News શેર કરવા પર Swara Bhaskar ને લોકોએ કરી ટ્રોલ


લીલા રંગની ઉલ્ટીઓ થતી હતી
લતા મંગેશકરે જણાવ્યું હતું કે એક દિવસ મારા પેટમાં ખુબ દુખાવો થવા લાગ્યો અને પછી મે ઉલ્ટી કરવાનું શરૂ કરી દીધુ. જેને જોઈને હું ખુબ ડરી ગઈ કારણ કે મારી ઉલ્ટી લીલા રંગની થતી હતી. જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેઓ એક્સરે મશીન પણ ઘરે લઈને આવ્યા કારણ કે હું તે વખતે ચાલી શકતી નહતી. તેમણે જ્યારે મારા પેટનો એક્સરે લીધો તો જણાવ્યું કે કોઈ મને ધીરે ધીરે ઝેર આપી રહ્યું છે. આવામાં લતા મંગેશકર અને તેમના બહેન ઉષા મંગેશકરને તેમના નોકર પર શક ગયો. તેમણે નોકરને કહ્યું કે લતાદીદી માટે કશું  બનાવતો નહીં અને તેઓ તેમના ખાવા પીવાનું પોતે ધ્યાન રાખશે. ત્યારબાદ તે નોકર કઈ પણ કહ્યા વગર કામ છોડીને જતો રહ્યો. ત્યારે અમને ખબર પડી ગઈ કે આ વ્યક્તિને કોઈએ અમારા ઘરે મોકલ્યો હતો, તે કોણ હતો અને તેને કોણે મોકલ્યો હતો તે વાતની જાણ અમને ક્યારેય થઈ શકી નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube